MORBI:મોરબી મા મુસ્લિમ સમાજ દ્વારા કરબલા ના શહીદો ની યાદ મા મોહરમ માસ ની ભવ્યતા પુર્વક ઊજવણી કરવામા આવી હતી
MORBI:મોરબી મા મુસ્લિમ સમાજ દ્વારા કરબલા ના શહીદો ની યાદ મા મોહરમ માસ ની ભવ્યતા પુર્વક ઊજવણી કરવામા આવી હતી..મોહસીન શેખ દ્વારા
મોરબી : હઝરત ઈમામ હુશેન અને તેના ૭૨ સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ નો પર્વ શ્રધ્ધા અને આસ્થાભેર પરંપરાગત રીતે મનાવવામાં આવી રહ્યો છે. જેમાં તારીખ ૧૬/૦૭/૨૦૨૪ ને મંગળવારે સાંજે કલાત્મક તાજીયા પડમાં આવ્યા બાદ મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાં માંથી (૧૧)કલાત્મક તાજીયાનું ઝૂલુસ નીકળ્યું હતું.
મોરબી મા મુસ્લિમ સમાજ દ્વારા કરબલા ના શહીદો ની યાદ મા મોહરમ માસ ની ભવ્યતા પુર્વક ઊજવણી કરવામા આવી હતી જેમા તારીખ ૧૭/૦૭/૨૦૨૪ ને બુધવારે સાંજે દરબાર ગઢ ચોક થી ભવ્ય કલાત્મક રોશનીથી ઝળહળીતા ૧૧ તાજીયા નુ ઝુલુશ શહેર ના મુખ્ય માર્ગ પર ફરી ને નહેરૂ ગેઈટ ચોક મા મુસ્લિમ સમાજ ને હિન્દુ સમાજ ના આગેવાનો રાજકીય ને સામાજીક આગેવાનો ની હાજરી બુધવારે રાત્રે ઠંડા કરાયા હતા મુસ્લિમોના માતમ નો તહેવાર ગણાતા મહોરમ ના તાજીયા મંગળવારે રાત્રે નિકળી મોરબી ના મુખ્ય ચોક નગર દરવાજા ખાતે મુસ્લીમ બિરાદરો દ્વારા રાતભર શહેરના રાજમાર્ગો પર સરઘસ રૂપે ફરી વહેલી પરોઢે નિયત સ્થળે પહોંચ્યા હતા. બુધવારે સવારે ફરી તાજીયાનુ ઝુલુસ નિયત રૂટ પર આવશે. ઠેરઠેર છબીલો બનાવી ને ઠંડાપીણા તેમજ સરબત જાતજાતની વાનગીઓ બનાવીને ને પ્રસાદી રૂપે આપવામાં આવેછે છબીલો મા (૧૦) દિવસ ન્યાજ રાખવામાં આવેછે તાજીયા મોડી રાત્રે હિંદુ ધર્મના સમાજના લોકો પણ મુસ્લિમ યુવકો દ્વારા બનાવાયેલ કલાત્મક તાજીયા નિહાળી પ્રસંશા કરી હતી. મહોરમ અંતગર્ત પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. નિર્ધારીત રૂટ ઉપર તાજીયા પસાર થતા હિંદુ લોકોએ લ્હાવો લઈ કોમી એકતા બતાવી હતી. રાતભર ફરીને મોરબી નગર દરવાજા ચોક પાસે તાજીયા ને વિશ્રામ આપી મુસ્લિમ બિરાદરો જ્યાં હિન્દૂ આગેવાનોએ પણ જોડાઈને એકતાનો સંદેશ આપ્યો હતો. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.નહેરૂ ગેઈટ પાસે એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યાં તાજીયા ઠંડા કરી મોરબી ના શહેર ખતિબ સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ કાદરી આગેવાની હેઠળ મોહરમ નો તેહેવાર મનાવવામાં આવ્યો હતો અને સૈયદ મોહંમદ સિકંદર મિયા કાદરી ઉલ જીલ્લાની, તથા તમામ સુન્ની મુસ્લિમ સમાજ ના નામી અનામી ભાઈઓ એ પણ ભારે જેહમત ઉઠાવી હતી, સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ એ હિન્દુસ્તાન માટે ખાસ દુવા એ ખેર કરી હતી