GUJARATNAVSARIVANSADA

નવસારી: વાંસદા ખાતે રાજયમંત્રી શ્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાયો

તા.૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ’ આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે
વનબંધુ યોજના થકી આદિવાસીબાંધવોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે -વન મંત્રી શ્રી મુકેશ ભાઈ પટેલ
રાજયના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.૯મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી ભમતી ખાતે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ ભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે  આદિજાતિ લાભાર્થીઓને ડેરી યોજના, માનવગરિમા યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહિતની વિવિધ યોજનાઓના સાધન સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થી ભાઇ બહેનો અને રમતવીરોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે યુનો દ્વારા ઘોષિત ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સૌને શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

રાજયના આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. આદિજાતિ સમાજના આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, પીવાનું પાણી, રસ્તા અને વીજળી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ અને સેવાઓ સુદ્રઢ આયોજન વડે પહોંચાડવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયકશ્રી ગુરૂ ગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા.

મંત્રીશ્રીએ સમગ્ર વિશ્વમાં પથરાયેલા અને જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસી સમાજ વિશે જણાવ્યું કે, ૯૦ દેશોમાં ૪૦ કરોડ જેટલો બહોળો આ સમાજ છે. ભારતમાં ૧૧ કરોડ અને ગુજરાતમાં એક કરોડની વસ્તી ધરાવે છે. સમગ્ર વિશ્વને મર્યાદિત સાધનો વડે કેવી રીતે જીવન જીવી શકાય તે આ સમાજે શીખવ્યું છે.

આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરતો સમાજ છે. બદલાયેલા સમય સાથે પોતાની ઓળખ અને સંસ્કૃતિનું જતન કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. આદિવાસી સમાજની ભવિષ્યની પેઢી શિક્ષણ અને સંસ્કારો સાથે વિશ્વમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભકામના તેમણે પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાપી વ્યારા જિલ્લાના વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

પ્રારંભે પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદુ સુરેશ ગોવિંદે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા તથા પ્રાંત અધિકારીશ્રી ડી.આઇ.પટેલે અભારદર્શન કર્યા હતા.
<span;>કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, મદદનીશ કલેકટર શ્રી ઓમકાર શિંદે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શાંતુ ભાઈ ગાંવિત, આદિજાતિ મોરચા પ્રદેશ મહામંત્રી શ્રી પિયુષ ભાઈ પટેલ, અગ્રણીઓ શ્રી અશ્વિન ભાઈ પટેલ, શ્રી ગણપતભાઈ મહાલા, શ્રી શિવેન્દ્ર સિંહ સોલંકી, , નાયબ વનસંરક્ષકશ્રી ભાવના દેસાઈ, જિલ્લા /તાલુકા પંચાયતના સભ્યો, વનવિભાગ, આદિવાસી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!