GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના મેસવાણ મુકામે જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઇ

કેશોદ તાલુકાના મેસવાણ મુકામે જિલ્લા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઇ

જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જુનાગઢ દ્વારા આયોજિત SGFI શાળાકીય રમોત્સવ અંતર્ગત જીલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા આજરોજ શ્રીમતી એસ.એચ.ગાર્ડી વિધાલય મેસવાણ મુકામે યોજાય ગયેલી॰જેમાં U-14,U-17,U-19 ની કુલ 68 ટીમોએ ભાગ લીધેલ હતો,વિશેષ આજરોજ વિવ સિંહ દિવસ પણ હોય તે અનુસંધાને ખો-ખો સ્પર્ધાની શરૂઆત શાળાની વિધાર્થીનીઑએ સિંહના મહોરો પહેરીને રમત શરૂ કરવામાં આવેલી અને જીલ્લા કક્ષાની સ્પર્ધા સિંહ દીવસને અર્પણ કરવામાં આવેલી.આ તકે રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે વ્યાયામ મંડળ જુનાગઢ જીલ્લાના પ્રમુખશ્રી ડૉ.હમીરસિંહ વાળા,શાળા આચાર્ય સંઘના ઉપપ્રમુખશ્રી માનસિંહભાઈ ડોડીયા,ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘના મંત્રીશ્રી દિનેશભાઇ મોરી,બી.આર.સી. ડૉ.ભરતભાઇ નંદાણિયા,શૈક્ષીક સંઘના શ્રી વિરમભાઇ સોચા,સંસ્થાંના પ્રમુખશ્રી ભગવાનજીભાઇ દેત્રોજા,મંત્રીશ્રી સવજીભાઇ કનેરિયા,સરપંચશ્રી ડાયાભાઈ પરમાર,તાલુકા ભાજપ મંત્રીશ્રી શૈલેષભાઈ મક્કા,ભાવેશભાઈ,ખો-ખો સ્પર્ધાના કન્વીનરશ્રી ભારવાડીયા સાહેબ ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.બી.એમ.દેવળીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરી શુભેચ્છા પાઠવામાં આવેલ અને શાળાના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ કામગીરી સુપેરે નિભાવી હતી.આ પ્રસંગે તમામ સ્પર્ધકોને અંદાજે 600 જેટલા વિદ્યાથીઓને નાસ્તાની વ્યવસ્થા મેસવાણ ગામના ભાવેશભાઈ,કૌશિકભાઈ કાસુદ્રા અને આવેલ તમામ મહેમાનોના આર્થિક અનુદાનથી કરાવામાં આવેલ.વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં રાજય કક્ષાની સ્પર્ધામાં જુનાગઢ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરી અને પોતાનું કૌવત બતાવશે.આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને જીલ્લા વ્યાયામ મંડળના પ્રમુખશ્રી અને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી ગૌરાંગભાઈ નરે દ્વારા શુભેકામનાઓ પાઠવવામા આવેલ.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!