DAHODGUJARAT

દાહોદ તાલુકાના બાવકા ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી

તા.૨૬.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના બાવકા ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી

 

આજ રોજ 24માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિતે દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શન અન્વયે જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ આર.ડી.પહાડીયા અધ્યક્ષ સ્થાને વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં ટીબી રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તથા અનિષ્કા રમેશ પહાડિયા દ્વારા નિક્ષય મિત્ર બનીને કુલ 15 દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી તથા દર્દીઓને સમયસર ફોલોપ કરાવવા પણ સૂચન કરવામાં આવ્યું 2025 ટીબીમુકત ભારત અંતર્ગત હા !આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્રનો સ્ટાફ પીએચસી નો સ્ટાફ આશા વર્કર તથા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા

વધુમા નેશનલ કવોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ અન્વયે પ્રા. આ. કેન્દ્ર બાવકા ની કામગીરી માટે જીલ્લા કક્ષાએ થી લાયઝન ઓફિસર ની નિમણુક કરવામાં આવી હતી જેમાં પ્રા. આ. કેન્દ્ર બાવકા ને NQAS અંતર્ગત પ્રમાણપત્ર મેળવવા બદલ લાયઝન ઓફિસર જીલ્લા રક્તપિત અધિકારીશ્રી દવારા 5001 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા પ્રા. આ. કેન્દ્ર બાવકા નાં મેડીકલ ઓફીસર દવારા આ કાર્યક્રમમાં આવેલ તમામ નો આભાર વ્યકત કર્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!