પ્રેસનોટ રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
ભૂજની મેંગો ગ્લોબલ પ્રી સ્કૂલમાં વિશ્વ શાકાહારી દિવસની ઉજવણી કરવામાં આવી
મુંદરા, તા. 3 : વિશ્વ શાકાહારી દિવસની ઉજવણીના ભાગ રૂપે ભૂજ શહેરની મેંગો ગ્લોબલ પ્રી સ્કૂલમાં ભારતીય જૈન સંગઠન (BJS) ભૂજ ચેપ્ટર દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. BJS ભૂજ ચેપ્ટરના પ્રમુખ શ્રી ધીરેનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અને સ્કૂલના આચાર્યા શ્રીમતી કેતનાબેન નાગડાના સહયોગથી આ પ્રસંગે વિવિધ શાકાહારી વાનગીઓનું પ્રદર્શન અને નિર્માણ શીખવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાકાહારી જીવનશૈલીના લાભો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. શાકાહારી આહાર અપનાવવાથી સ્વાસ્થ્ય, પર્યાવરણ અને નૈતિક મૂલ્યો પર થતી સકારાત્મક અસરો પર ભાર મૂકવામાં આવ્યો હતો. શાકાહારી ભોજન હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીઓનું જોખમ ઘટાડે છે, કારણ કે તે ફાઈબર, વિટામિન્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે.
આ કાર્યક્રમમાં નિરાલીબેન ઠક્કર, જીનલબેન નિમાવત, નેહાબેન આશિષકુમાર, કરિશ્માબેન ગાંધી, ભાવનાબેન ડાભી, આરતીબેન ધોળકિયા, અને જીજ્ઞાબેન અંકુરભાઈ ચોથાણીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તમામ બહેનોને કાર્યક્રમના અંતે ભેટ આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે BJS ભૂજ શહેર ચેપ્ટરના પ્રમુખ શ્રી ધીરેનભાઈ શાહ, ઉપપ્રમુખ ડૉ. ઉમંગભાઈ સંધવી, મહામંત્રી મનિષભાઈ નાગડા, ખજાનચી રાજેશભાઈ શાહ અને સહખજાનચી ભાવિનભાઈ દેઢીયાએ વિશેષ જહેમત ઉઠાવી હતી. એવું BJSના મીડિયા કન્વીનર શ્રી અંકિત ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com