
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં બાળપણની મઝા સાથે ઉજવાયો વિશ્વ મહિલા દિવસ
અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિભાગ દ્વારા મોડાસાના ઓધારી તળાવ ખાતે બાળપણની યાદો સર્વે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓએ વિવિધ રમતો રમી આણંદ ઉત્સાહ સાથે બાળપણની જેમ જ મજા કરી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી. આ રમતોમાં વિજેતા બનેલી મહિલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આજના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલએ મહિલાઓને સંબોધિત કરતા જણાવ્યું કે આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. અને તમામ સફળ મહિલાઓએ અન્ય મહિલાઓને આગળ વધવા મદદરૂપ થવાની જરૂર છે. તો જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાએ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી તમામ પરિવારમાં દીકરા દીકરી સાથે સમાન વ્યવહાર કરવા જણાવ્યું.
આજના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીકએ મહિલાઓને પોતાનું મહત્વ સમજવા જણાવ્યું. આ ઉપરાંત દરરોજ પોતાના માટે સમય કાઢી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને જાગૃત થવા જણાવ્યું. મહિલા પરિવારનો પાયો હોય છે અને તેમનું પોતાના પ્રત્યે જાગૃત રહેવું બાળકો માટે પણ પ્રોત્સાહક હોય છે તે પણ જણાવ્યું.
આજના કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીના મન્સુરી, નાયબ કલેકટર વંદનાબેન, મામલતદાર મોડાસા ગોપીબેન, જિલ્લા માહિતી અધિકારી નિધિ જયસ્વાલ, POSH અધિનિયમ ચેરમેન વનિતાબેન, લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ચંદનબેન સહિતના અધિકારીઓ, સામાજિક કાર્યકરો, મહિલા અને બાળ વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





