DAHOD

દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે

તા. ૮. ૧૧. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની આકસ્મીક મુલાકાત લઇ સમીક્ષા કરતા જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે

દાહોદ:- જિલ્લા કલેકટર યોગેશ નીરગુડેએ દાહોદ જિલ્લાના નગરાળા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઇ દર્દીઓને મળી રહેલી સુવિધાઓ, કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે અહીંનો આરોગ્યસ્ટાફ, દર્દીઓને અપાતી વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ વગેરેનું જાતનિરીક્ષણ કર્યું હતું. અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળાની સારી કામગીરી બદલ જિલ્લા કલેકટર એ મેડીકલ ઓફિસર સહિત સર્વેને સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાત સમયે દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર ભગીરથ બામણ્યા સહિત ડોક્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યાં હતા

Back to top button
error: Content is protected !!