હાલોલ -ફેર પ્રાઈઝ શોપ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા પડતર માંગણીઓને લઇ તંત્રને લેખિત આવેદનપત્ર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૧૦.૨૦૨૫
હાલોલ તાલુકા ફેર પ્રાઈઝ શોપ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રાશન ડીલરો ની પડતર માંગણીઓ ને લઇ હાલોલ મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને તાત્કાલિક નિરાકાન નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ અસોશીએશન દ્વવારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારીઓને પડતર માંગણી અંગે વારંવાર રજુવાત કરવા છતાં તેઓના પડતર પ્રશ્નો નિકાલ ન આવતા આવેદનપત્ર આપવામાં આવેલ જે અંતર્ગત હાલોલ તાલુકા ફેર પ્રાઈઝ શોપ લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા આજે બુધવાર ના રોજ હાલોલ મામલતદારને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે દુકાન પર જથ્થો મળ્યા બાદ તકેદારીના સભ્યો બાયોમેટ્રિક વેરીફીકેશન ઠરાવ રદ કરવા, હાલની મોંઘવારી ને ધ્યાનમાં લઇ રેશન ડીલરોના કમિશન માં વધારો કરવા અને મિનિમમ ગેરેન્ટેડ કમિશન ની રકમ વધારો કરવા અંગે,તેઓની કામગીરીની સામે મળતું અનિયમિત કમિશન બેન્ક ખાતામાં સમયસર મળે, તેઓના ઈ પ્રોફાઈલમાં ડીલરના પરિવાર ના સભ્યો દાખલ કરવા અને તેઓ લોગીન કરી શકે તેવી વ્યસ્થા જેવા પડતર માંગણીઓ લાંબા સમય થી કરી હોવા છતાં સંતોષકારક પ્રતિઉત્તર ન મળતા આ માંગણીઓ નું તાત્કાલિક નિરાકરણ નહિ આવે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે અને નવેમ્બર માસ ના જથ્થા નું ચલણ નહિ ભરી 1 લી નવેમ્બર થી વિતરણ પ્રક્રિયા થી વેગડા રહેવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું.







