રેતીના બ્લોક ફાળવણીની હરાજીને લઈ શિનોર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ખાણ ખનીજ વિભાગ લેખિતમાં રજૂઆત કરાઈ
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના માલસર - માંડવા અને શિનોર ગામમાંથી પસાર થતી નર્મદા નદીના પટમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ના બ્લોક ફાળવણીની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ત્યારે શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી પર એક વર્ષ અગાઉ રૂપિયા 225 કરોડ ના ખર્ચે નિર્માણ થયેલ માલસર - અસા નર્મદા બ્રિજ ના પીલરો ને નુકશાન ન થાય તે માટે હાલમાં ચાલતી રેતી ના બ્લોકની ફાળવણીની પ્રક્રિયા ને માલસર - અશા બ્રિજ ની પૂર્વ ,પશ્ચિમ બન્ને બાજુએ એક કિલોમીટર સુધી રેતી ના કોઈ પણ બ્લોક ને NOC ના મળે તે બાબતે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી યોગ્ય પગલાં લેવા શિનોર તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય દ્વારા શિનોર મામલતદાર ,કલેકટર તથા ભૂસ્તર શાસ્ત્ર ની કચેરી ખાણ ખનીજ વડોદરા ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે ઉચ્ચ અધિકારીઓના છુપા આર્શીવાદ સાથે હાલમાં શિનોર,માલસર - તપોવન નદીના પટમાંથી ધોળા દિવસે કોઈપણ જાત ની ફી ભર્યા વગર રેતી માફીયાઓ ટ્રેકટરો ભરીને રેતી ખનન કરી રહ્યા છે.તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં ન આવતાં જવાબદાર તંત્ર ની કામગીરી સામે અનેકો સવાલો ઉઠવા પામ્યા છે.





