BANASKANTHAGUJARATKANKREJ

કાકર ખાતે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ તથા શ્રી સધી માતાજીની રમેલ યોજાઈ.

કાકર ખાતે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ તથા શ્રી સધી માતાજીની રમેલ યોજાઈ.

કાકર ખાતે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ તથા શ્રી સધી માતાજીની રમેલ યોજાઈ.

પુરાની કંકાવટી નગરી અને આજના ઓગડ તાલુકાના કાકર ખાતે કંબોયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ તથા શ્રી સધી માતાજીની રમેલ યોજાઈ. શિવરાત્રીના પાવન દિવસે કાકર ખાતે બિરાજમાન કંબોયા પરિવાર પ્રજાપતિ સમાજના સ્વ.હરજીભાઈ/રાયાભાઈ/પુંજાભાઈ પરિવાર દ્વારા ભુવાજી વાસુભાઈ વેલાભાઈ જોષી (શિહોરી), ભુવાજી સેંધાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમા પ્રજાપતિ ગીતાબેન શૈલેષભાઈ રાયાભાઈ ના યજમાન પદે શાસ્ત્રી રોહિતભાઈ રાયગોર (શિહોરી) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સવારે ૯ થી સાંજે ૪ કલાક સુધી કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ હતો.બપોરે તથા રાત્રે ભોજન પ્રસાદ લઈ માતાજીની આરતી ઉતારી શ્રી સધી માતાજીની ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજમાંથી વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો હાજર રહી યજ્ઞ અને રમેલનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન જેન્તીભાઈ પ્રજાપતિ,સુરેશભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!