પાલનપુર તાલુકાના જગાણા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરાયું
29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલ અંદાજે 567 વર્ષ જુનું અતિ પ્રાચીન સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રામજનોની સુખાકારી માટે શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીની પૂજા અભિષેક અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહેન્દ્રભાઈ ત્રિવેદી, નવીનભાઈ રાવલ, દશરથભાઈ રાવલ, સહિત ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિથી મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે ઘેમરભાઇ ભોળિયા, ગણેશભાઈ ચૌધરી, , રતીભાઇ લોહ, મુકેશભાઇ ઠાકોર,દિલીપભાઈ કરેણ,ભેમજીભાઇ ચૌધરી, પ્રેમજીભાઇ ચૌધરી,ભવાનભાઇ કુણિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી પૂજા-અર્ચના અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો તે સવંત 1457માં ગામના મુખ્ય કુવા પાસે ગ્રામજનો દ્વારા આ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી મંદિર ખૂબ પ્રાચીન હોવાથી તેના જીર્ણોદ્વાર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકોએ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિરે સર્વે ધર્મ પ્રેમી જનતાએ અભિષેકનો અને દર્શનનો બહોળો લાભ લીધો હતો.





