યથાર્થ ઠક્કર શ્રીમદ્ ભગવદ્ ગીતાના 140 શ્લોકો સંપૂર્ણ રીતે કંઠસ્થ ગાન કરે છે …

ગૌરવ : વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં વિધાર્થીઓએ રજૂ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક કંઠસ્થ ગાનની અદ્ભુત પ્રસ્તુતિ
દિયોદર ધોરણ 7માં અભ્યાસ કરતા યથાર્થ ઠક્કરે 52 શ્લોકોનું શુધ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન કર્યું
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
* યથાર્થ ઠક્કર શ્રીમદ્ ભગવદ્ ગીતાના 140 શ્લોકો સંપૂર્ણ રીતે કંઠસ્થ ગાન કરે છે …
વાવ થરાદ જિલ્લાના દિયોદર ખાતે કાર્યરત વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ ખાતે આયોજિત શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક કંઠસ્થ ગાન સ્પર્ધામાં શાળાના ગુજરાતી તથા અંગ્રેજી મિડિયમના વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી જેમાં આ પ્રવૃતિ શાળામાં પ્રથમ તબક્કામાં વર્ગવાર યોજવામાં આવી હતી જેમાં તમામ વિધાર્થીઓને ભાગ લેવાની તક આપવામાં આવેલ જેમાં દરેક વર્ગ માંથી પ્રથમ અને દ્રિતીય ક્રમ મેળવનાર વિધાર્થીઓને પસંદ કરી સમૂહ પ્રાર્થના સમય દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોકોનું કંઠસ્થ ગાન કરાવવામાં આવ્યું હતું જ્યાં શુધ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન રજૂ થયેલ જેમાં 30 થી વધુ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમ કરેલ આ સ્પર્ધામાં ખાસ નોંધપાત્ર સિદ્ધિ ધોરણ 7ના વિધાર્થી ઠક્કર યથાર્થ મનોજભાઈ દ્વારા કરવામાં આવેલ જેમણે સતત 52 શ્લોકોનું શુધ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન કર્યું હતું યથાર્થ મનોજભાઈ ઠક્કર શ્રીમદ્ ભગવદ્ ગીતાના 140 શ્લોકો સપૂર્ણ રીતે કંઠસ્થ ગાન કરે છે જે સમગ્ર શાળા અને દિયોદર વિસ્તાર માટે ગૌરવ ની વાત છે આ પ્રકાર ની પ્રવૃત્તિઓ દ્વારા વિધાર્થીઓમાં એકાગ્રતા ,શિસ્ત,આત્મવિશ્વાસ ,અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર વિકસાવવામાં આવે છે આ પ્રસંગે શાળાના સંચાલક મંડળ આચાર્ય અને શિક્ષકોએ તમામ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવી સંસ્કારસભર પ્રવૃતિઓ ચાલુ રાખવાની પ્રતિબંધતા વ્યક્ત કરી હતી




