સુરેન્દ્રનગરના ઐતિહાસિક હવા મહેલ ખાતે ‘ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ’નો ભવ્ય પ્રારંભ
શહેરનો વિકાસ માત્ર બિલ્ડિંગો નહીં, પણ નાગરિકોનો આનંદ-પ્રમોદ અને હેરિટેજ જાળવણી છે - મંત્રી દર્શનાબેન વાઘેલા

તા.20/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
શહેરનો વિકાસ માત્ર બિલ્ડિંગો નહીં, પણ નાગરિકોનો આનંદ-પ્રમોદ અને હેરિટેજ જાળવણી છે – મંત્રી દર્શનાબેન વાઘેલા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલનો આજે ઐતિહાસિક હવા મહેલ ખાતે ભવ્ય શુભારંભ થયો છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા આ ફેસ્ટિવલને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ મેળો આગામી તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે આ ફૂડ ફેસ્ટિવલ આપણને આપણા મૂળ સાથે જોડે છે સરકારની દ્રષ્ટિએ શહેરનો વિકાસ માત્ર ઊંચી ઇમારતો કે બ્રિજ પૂરતો સીમિત નથી પરંતુ નાગરિકોને આનંદ-પ્રમોદની સુવિધાઓ મળે અને હેરિટેજ વારસો જળવાય તે પણ તેટલું જ મહત્વનું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શહેરી વિકાસ વિભાગ દ્વારા હેરિટેજ અને બાગ- બગીચાઓના વિકાસ માટે ‘આગવી ઓળખ’ હેઠળ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે વડાપ્રધાનના ‘સ્વદેશી અપનાવો’ના મંત્રને સાર્થક કરવા મંત્રીએ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોને અપીલ કરી હતી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર- વઢવાણ આજે વિકાસના પંથે છે હવા મહેલના વિકાસ માટે રૂ. ૨૧ કરોડ અને સાઉથ ઝોન રિવરફ્રન્ટ માટે રૂ. ૨૬૫ કરોડ જેવા માતબર પ્રોજેક્ટ્સ દ્વારા શહેરનો કાયાકલ્પ કરવામાં આવશે તેમણે વઢવાણના શૌર્યપૂર્ણ ઇતિહાસ અને માધાવાવના બલિદાનને યાદ કરી આગવા વિઝન સાથે શહેરને સજ્જ કરવાની નેમ વ્યક્ત કરી હતી સુરેન્દ્રનગર મહાનગર પાલિકાએ તમામ નાગરિકોને આ સાંસ્કૃતિક અને સ્વાદિષ્ટ મેળાનો લ્હાવો લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, અગ્રણી દેવાંગભાઈ રાવલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે.એસ. યાજ્ઞિક, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




