GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામ નજીક ગ્રાન્ડ એકતા હોટલ પાસે કાલોલ ના પરિવાર ને નડ્યો અકસ્માત,અકસ્માતમાં પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત.

 

તારીખ ૩૦/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ગામનો લઘુમતી પરિવાર કાલોલ થી ગોધરા તરફ જઈ રહયો હતો ત્યારે વડોદરા હાઈવે વેજલપુર ગામ નજીક નૂર વે બ્રિજ થી થોડે આગળ અને ગ્રાન્ડ એકતા હોટલ પેહલા બાઇક ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ ની સાઈડ ઉપર લાગેલ કિલો મીટર બોર્ડના પથ્થર સાથે ભટકાતા કાલોલ ના લઘુમતી પરિવાર ને નડ્યો અકસ્માત અકસ્માતમાં ઘટના સ્થળે પિતા પુત્રનું મોત નિપજ્યું પ્રાપ્ત મળતી માહિતી મુજબ કાલોલ શહેર ના વતની પોતાની પત્ની અને બે બાળકો સાથે કાલોલ થી ગોધરા તરફ જઈ રહયો હતો ત્યારે વેજલપુર ગામ નજીક નૂર વે બ્રિજ થી થોડે આગળ અને ગ્રાન્ડ એકતા હોટલ પેહલા બાઇક ચાલકે સ્ટેરિંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ ની સાઈડ ઉપર લાગેલ કિલો મીટર બોર્ડ ના પથ્થર સાથે ભટકાયા હતા અને રોડ ની સાઈડ માં આવેલ ખડામાં બાઇક ખાબકી હતી અને બાઇક પાછળ બેઠેલ પત્ની અને એક નાના બાળક ને નાની મોટી ઈજાઓ થઈ હતી અને પત્ની તેમજ નાના બાળક નો આબાદ બચાવ થયો હતો અને બાઇક ચાલક ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતા બાઇક ચાલક તેમજ એક પુત્ર નો ઘટના સ્થળે મોત નિજપ્યું હતું જેથી રોડ ઉપર આવતા જતા વાહન ચાલકો ઉભા રહી ગયા જ્યાં બાઇક ચાલક ની પત્ની તેમજ બાળક ને સાઈડ માં એક ગાડીમાં બેસાડી તેના પરિવાર તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ ને જાણ કરી હતી જેથી પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાઇક ચાલક નો પરિવાર પણ ઘટના સ્થળે આવી પોહચ્યો હતો પિતા પુત્ર નું ઘટના સ્થળે મોત નીપજેલું જોતા તેના પરિવાર ઉપર આભ ટૂટી પડ્યો હતો અને વેજલપુર પોલીસે ઘટના સ્થળે થી પિતા પુત્ર ની ડેડ બોડી ને પી એમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી ને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!