GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાયાવદરમાં મ્યુનિસિપલ સ્કૂલમાં યોગ શિબિર યોજાઈ

તા.૧૯/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારત સરકારશ્રી દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૫’ પખવાડીયું શરૂ કરવામાં આવ્યં છે. જેના ભાગરૂપે હાલ વિવિધ નગરોમાં ‘સ્વચ્છોત્સવ’ યોજાઈ રહ્યો છે.

આ ઉપક્રમમાં ભાયાવદર નગરપાલિકા દ્વારા આજે મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય ખાતે ‘યોગ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકનો સ્ટાફ વગેરે જોડાયા હતા. આ યોગ શિબિરમાં સ્વચ્છોત્સવ સાથે સ્વાસ્થ્યની કાળજી રાખવાનો સંદેશ અપાયો હતો.

Back to top button
error: Content is protected !!