GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્ય સરકારે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોનું મુસાફરી ભથ્થુ રદ કર્યું

ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ચૂંકવવામાં આવતા મુસાફરી ભથ્થુ રાજ્ય સરકારે રદ કર્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલદારોને વર્ષ 2022ના ઠરાવ અંતર્ગત સરકારી કામકાજ મુસાફરી ભથ્થુ ચૂકવવામાં આવતુ હતું, જો કે, હવે સરકારે આ અધિકારીનું મુસાફરી ભથ્થુ રદ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, પ્રાંત અધિકારી અને મામલતદારોને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે તેમને ચૂકવવામાં આવતા મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુકનો ઉપયોગ કરવાનો રહેશે અને તેના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Back to top button
error: Content is protected !!