
તા.૨૯.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં સુખસર કૃષિ શાળા ખાતે યોગ ટ્રેનર એક્ઝામ લેવામા આવી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના સુખસર તાલુકામા યોગ ટ્રેનર ભાઇ બહેનો ની ઓનલાઇન કેમ્પ -1,2 ની વાયવા તેમાંજ પ્રેક્ટીકલ ની એક્ઝામ સુખસર કૃષિ શાળા ખાતે લેવામા આવી જેમા 20 થી 25 ભાઇ બહેનો એ એક્ઝામ આપી.એક્ઝામ ખુબ સચોટ રીતે અને સાવચેતી પૂર્વક વિડિયો સાથે લેવામા આવી . જેમાં જીલ્લા યોગ કો ઓર્ડીનેટર દાહોદ ધુળાભાઇ પારગી સાહેબ, ફતેપુરા તાલુકા યોગ કોચ શંકરભાઈ કટારા સાહેબ, સુખસર તાલુકા યોગ કોચ સરલાબેન કટારા તેમાંજ મોટી સંખ્યામાં યોગ ટ્રેનર ભાઇ બહેનો હાજર રહ્યા હતાં.




