KHERALUMEHSANA

ડેપ્યુટી કલેકટરે મેરેજ એનિવર્સરીમાં ખેરાલુના ચોટીયા આયુષ્માન આરોગ્ય મંદિરની પાંચ સગર્ભા બહેનો ને પોષણકીટ પહેલ કરવામાં આવી

અઘારા દંપત્તિ જેવા અધિકારીઓ પણ સહભાગી બની અન્યોના પ્રેરક બની રહ્યા છે.

સગર્ભા પોષણકીટ

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ

આજનું યુવાધન પોતાની મેરેજ એનિવર્સરી હોટેલમા, કેક મા અન્ય ખર્ચ કરવા જતા હોય છે. એવામાં ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા દંપતી શ્રી આર. ડી. અઘારા અને શ્રીમતી આયુષીબેન અઘારાના મંગળવારે તા. ૦૩/૧૨/૨૦૨૪ ના રોજ લગ્નના ૪ વર્ષ પૂર્ણ થયા એની ઉજવણી રુપે તેમણે ખેરાલુના ચોટીયા આયુષ્માન આરોગ્ય મંદિરની ૫ સગર્ભા બહેનો ને પોષણકીટ વિતરણ કરાવી હતી. આ પોષણકીટમાં બદામ 100 ગ્રામ ,કાજુ 100 ગ્રામ ,ખજૂર 500 ગ્રામ, તેલ 500 ગ્રામ , ચણા 500 ગ્રામ ,ગોળ બદામ 1 કિલો ગ્રામ અને મગ 500 ગ્રામ આપવામાં આવ્યા હતા.
આવા અધિકારીશ્રીઓથી પ્રેરાઈને સમાજના અન્ય લોકો પણ આવી રીતે ઉજવણી કરે એ અમે આશા રાખીએ છીએ એમ ચોટીયા આયુષમાન આરોગ્ય મંદિરના કર્મચારીઓ -પ્રજ્ઞેશ પટેલ, રબારી નીલમબેન અને સોલંકી વૈશાલીબેને અઘારા દંપત્તિનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ.

હાલમાં ગાંધીનગર ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ ધનજીભાઈ અઘારા વડનગર ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે ચોટીયા આયુષમાન આરોગ્ય મંદિરના કર્મચારશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ જણાવે છે એમ, “ અમે મેરેજ એનિવર્સરી વિશ કરી ત્યારે શ્રી અઘારા સરે અમારા ત્યાંના ૫ સગર્ભા બહેનોને પોષણકીટ વિતરણ કરવા ઈચ્છા દર્શાવેલ જે અમે તેમના દ્વારા ઉમંગભેર પુરી કરી છે.

ઉલ્લેખનીય છે કે પોષણ યુકત જચ્ચા અને બચ્ચા અંતર્ગત રાજ્ય સરકાર ના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા સગર્ભા માતાને તેમજ બાળકો અને કિશોરીઓને પુરક પોષણ યોજના અન્વયે વિવિધ પોષણ ખોરાક આંગણવાડી તેમજ સીએસઆર અને જનભાગીદારીના સહયોગથી આપે રહી છે જેમાં  અઘારા દંપત્તિ જેવા અધિકારીઓ પણ સહભાગી બની અન્યોના પ્રેરક બની રહ્યા છે.

Back to top button
error: Content is protected !!