AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ યોગ્ય રીતે કામ ન કરતા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા યુવા કોંગ્રેસ નેતાની માંગ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં મનરેગા  યોજના અંતર્ગત યોગ્ય રીતે  કામ ન કરતા હોય તેવા કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર દ્વારા વિકાસ કમિશનર અને કલેક્ટરને  લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.મનરેગા યોજનામાં વર્ષ ૨૦૨૧ થી ડાંગ જીલ્લાનાં આહવા,વધઇ અને સુબીર તાલુકામાં વિવિધ પ્રકારના બાંધકામને લગતા આંગણવાડીના મકાનો,આંગણવાડીના શૌચાલયો, શાળાઓના કંમ્પાઉન્ડ દિવાલો તેમજ પંચાયતના મકાનો બાંધવા માટેના કામો અમલમાં મુકવામાં આવેલ છે.આ કામોની વહીવટી મંજુરી પણ જેતે વખતે આપવામાં આવેલ જ છે.જે અન્વયે વહીવટી મંજુરી મળ્યાના ૧ વર્ષમાં આ તમામ કામો ડાંગ જીલ્લામાં પુર્ણ કરવાનાં થાય છે.પરંતુ મનરેગા યોજના હેઠળ કામ કરતા ટેકનીકલ ,ગ્રામ સેવક,તાલુકાના વર્કસ મેનેજર અને અન્ય કર્મચારીની બેદરકારીના લીધે આ કામો હજુ સુધી પુર્ણ થયા નથી.ગ્રામ સેવકો કે ટેકનીકલો ગ્રામ પંચાયત પર હાજર રહેતા નથી તાલુકાના વર્કસ મેનેજર ને તથા એ.પી.ઓને આ કામો કયારે પુર્ણ કરવામાં આવશે તે પુછવામાં આવે છે ત્યારે હાલ કામ ચાલુ છે તેમ તેમના દ્વારા જવાબ આપવામાં આવે છે.જેથી આ મનરેગા યોજનામાં બનાવવાના થતા સામાન્ય માણસના જાહેર વિકાસના કામો પુર્ણ કરવામાં  આ કર્મચારીઓને કરવામાં કોઇ રસ નથી તેમ આ કામની ગતી પરથી ચોખ્ખુ દેખાય આવે છે.થોડા સમય પહેલા વધઇ તાલુકાના બારખાંધ્યા ગામમાં આંગણવાડીનું બાંધકામ ન થવા બાબતે લેખીતમાં ગામ લોકોએ ફરીયાદ પણ કરેલ છે.અને સમાચાર બાંધકામ ન થયેલ હોવા બાબતેના સમાચાર પ્રસિધ્ધ થયેલા છે.ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ યુવક પ્રમુખ રાકેશભાઈ ભરતભાઈ પવારના જાણ મુજબ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આ કામો સમય મર્યાદામાં પુર્ણ કરવા માટે  લેખીત આદેશો અને મૌખીક સુચનાઓ પણ કરવામાં આવેલ છે. તથા જિલ્લા વિકાસ અધિકારી  તરફથી પણ અલગ – અલગ  પ્રકારે આ કામો તાત્કાલીક પુર્ણ કરવા સુચના આપવામાં જ આવેલ છે.તેમ છતા આ યોજના સાથે સંકળાયેલ ટેકનીકલ અને તાલુકાના વર્કસ મેનેજરની કામ ન કરવાની આવડત અને બેદરકારીના કારણે ૪ વર્ષ વિતી ગયા છતા આ વિકાસના કામો પુર્ણ થયા નથી.બાંધકામને ને લગતા આ જાહેરહીતના આ કામો માટે સ્થળ મુલાકાત કરી કામ મુજબના માલ સામાન મેળવવા માટે માલ સામાનનો ઓર્ડર જે તે એજન્સીને આપી માલસામાન મેળવી સમય મર્યાદામાં કામ ચાલુ કરી આ  કામો સમય મર્યાદામાં પુર્ણ કરાવવાની સંપુર્ણ જવાબદારી જે તે ગ્રામ પંચાયત ખાતે ફાળવેલ ફરજ બજાવતા ટેકનીકલ અને જે તે તાલુકાના વર્કસ મેનેજરનું છે. બાંધકામને લગતુ કોઇ પણ કામ ચાલુ કરાવવા માટે સ્થળ પર જરુરીયાત હોય તે પ્રમાણેનો માલ સામાન જેતે કામના સ્થળ પર પુરો કરવા માટે ટેકનીકલ અને તાલુકા વર્કસ મેનેજર દ્વારા માલ સામાન મેળવવાની લેખીત રજુઆત એજન્સીને કરવાની હોય છે. ત્યારબાદ એજન્સીએ સમય મર્યાદામાં મળેલ લેખીત રજુઆત મુજબનો જરુરી હોય તેવો માલસામાન જે તે કામના સ્થળ પર ટેકનીકલ અને વર્કસ મેનેજરની જાણ હેઠળ પુરુ પાડવાનું હોય છે. જે માલ સામાનની સંપુર્ણ વિગતો ગ્રામ પંચાયતના ગ્રામ સેવકે તેઓના નિભાવવાના થતા રજીસ્ટરમાં નિભવવાનું હોય છે.જો એજન્સી માલ સામન ન પુરો પાડે તો તે અંગે એજન્સી સાથે વાત કરી માલ સામાન પુરો પાડવા માટે જણાવવાનું હોય છે. જો તેમ છતા એજન્સી માલ સામાન ન પુરો પાડે તો તે અંગેની લેખીતમાં જાણ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીને કરવાની હોય છે.અને ત્યાર બાદ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા એ.પી.ઓ અને તાલુકા વિકાસ અધિકારી એ એજન્સીના વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની હોય છે.પરંતુ આ કર્મચારીઓની એજન્સી સાથેની મીલીભગતને કારણે આ કામો હજુ સુધી પુર્ણ થયા નથી જેના પાછળનું સીધુ કારણ આ કર્મચારીઓની કામ કરવાની અણઆવડત ,બીન જવાબદારી ભરેલ કામ ન કરવાની વૃત્તી છે. જેથી ડાંગ જીલ્લાના ત્રણે તાલુકામાં  ઉપર જણાવેલ કામોમાં એક બે કામો સિવાય કોઇ અન્ય કોઇ કામો પુર્ણ હજુ સુધી પુર્ણ થયા નથી. ત્યારે આ આહવા ,વધઇ ,અને સુબીર તાલુકામાં ફરજ બજાવતા ટેકનીકલ અને વર્કસ મેનેજર દ્વારા  તેઓએ કરવાની થતી કામગીરી ન કરી આચરેલ બેદરકારી, નબળી કામગીરી અને સરકારના તેમજ ઉપલા અધિકારીના હુકમનો ન માની સમય મર્યાદામાં કામો ચાલુ ન કરવા તેમજ પુર્ણ ન કરેલ હોય, કરેલ હુકમના અનાદર બદલ આ જવાબદાર કર્મચારીઓએ કરેલ અશિષ્ત અન્વયે જાહેરહીતમાં કામ ન કરતા આ કર્મચારીઓને તાત્કાલીક નોકરીમાંથી છુટા કરવામાં આવે અને તપાસ કરી યોગ્ય કામગીરી કરવામાં આવે  તેવી માંગ સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારે વિકાસ કમિશ્નર અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ વધુમાં આ વિકાસના કામો કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જન હિતમાં આંદોલન કરી કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!