
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ભિલોડા તાલુકા નો યુવા ઉત્સવ લુસડિયા હાઈસ્કૂલ મુકામે જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. ઉષાબેન ગામીત ના અધ્યક્ષ સ્થાને યોજાયો
ભિલોડા તાલુકા નો યુવા ઉત્સવ લુસડિયા હાઈસ્કૂલ મુકામે જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. ઉષાબેન ગામીત ના અધ્યક્ષ સ્થાને યોજાયો, કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ શાળાના આચાર્ય ફાધર દાસએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને આવકાર આપ્યો હતો, શાળા પરિવાર દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું, લુસડીયા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ એ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી, ત્યારબાદ ભિલોડા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલે યુવા ઉત્સવની ઉજવણી અંગે તેમજ વિદ્યાર્થીઓને વિવિધ કલાઓથી માહિતગાર કર્યા હતા, મદદનીશ શિક્ષણ નિરીક્ષક જે.કે.પરમાર એ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. ઉષાબેન ગામીત એ વિદ્યાર્થીઓને યુવા ઉત્સવ દ્વારા પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર કાઢી આગળ વધવાની ખેવના વ્યક્ત કરી હતી તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી, આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની, મદદનીશ શિક્ષણ નિરીક્ષક મગનભાઈ ગદાત, નોડલ કન્વીનર એલ.બી.સુથાર, ડી.બી. ડાભી,લુસડીયા ના સરપંચ ઇન્દિરાબેન સુવેરા, તાલુકા સદસ્ય હર્ષદભાઈ વરસાત, ભિલોડા પરીક્ષા મંત્રી પિનાકીનભાઈ પટેલ, ભિલોડા તાલુકાના વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓના માર્ગદર્શક શિક્ષક ઓ,સ્પર્ધક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય અનિલભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ લુસડિયા હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફે તેમજ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ સફળ બનાવવા માટે ખૂબ જ ઉઠાવી હતી





