BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

રામનવમી શોભાયાત્રા પહેલા અંકલેશ્વરમાં સતર્કતા:પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી, કાયદો-વ્યવસ્થા જાળવવા આગેવાનોને અનુરોધ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરમાં આગામી 6 એપ્રિલે રામનવમી નિમિત્તે યોજાનારી શોભાયાત્રા પૂર્વે શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુથી એ ડિવિઝન પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડા, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ સેના સહિતના સંગઠનો દ્વારા આયોજિત આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિશેષ તકેદારી રાખી છે. શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પોલીસે સર્વ સમાજના આગેવાનોને કોમી એખલાસ જાળવી રાખવા અપીલ કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે તમામ જરૂરી પગલાં લીધા છે.

Back to top button
error: Content is protected !!