BANASKANTHAGUJARATPALANPUR
બનાસકાંઠા જિલ્લા યુવા ઉત્સવ માં વિદ્યાધામ-ભાગળ(પીં)શાળા સંકુલ નું ગૌરવ

18 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
વિદ્યાધામ-ભાગળ(પીં)સંચાલિત શ્રી એસ.ડી.એલ શાહ હાઇસ્કુલ ભાગળ(પીં) ની ધોરણ-12 ની વિદ્યાર્થીની નાયક હિમાનીબેન ભરતભાઈ એ તાજેતરમાં યોજાયેલ બનાસકાંઠા જિલ્લા યુવા ઉત્સવ-2024 કથ્થક નૃત્યમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબરે આવેલ છે તેમજ શાળાનો ધોરણ-11 નો વિદ્યાર્થી બારોટ જયરાજ ભરતભાઈ હાર્મોનિયમ વાદ્ય સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં તૃતીય નંબરે આવી શાળાનું અને ગામનું ગૌરવ વધારેલ છે. બંને બાળકોને શાળાના આચાર્યશ્રી અને શિક્ષક શ્રી જે.એન. ચૌધરીએ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અત્રે વિદ્યાધામ -ભાગળ(પીં)ના પ્રમુખશ્રી ટ્રસ્ટીશ્રીઓ તથા શાળા પરિવાર બંને વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરે તેવી અનંત શુભકામના સહ અભિનંદન પાઠવે છે.




