GUJARATKARJANVADODARA

કરજણ ના સાયર ગામમાં મોહરમ નિમિતે ઝૂલુસ યોજાયું

કરજણ તાલુકાના સાયર ગામમાં કરબલાના જંગબાજ શહીદ ઇમામ હુસેન નિ યાદમાં મોહરમ નું જુલુસ કરવામાં આવ્યું

નરેશપરમાર.કરજણ,

કરજણ ના સાયર ગામમાં મોહરમ નિમિતે ઝૂલુસ યોજાયું

કરજણ તાલુકાના સાયર ગામમાં કરબલાના જંગબાજ શહીદ ઇમામ હુસેન નિ યાદમાં મોહરમ નું જુલુસ કરવામાં આવ્યું

કરજણ તાલુકાના સાયર ગામમાં મુસ્લીમ બિરાદારો દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મોહરમ નિમિતે તાજીયા નું ઝૂલુસ યોજવામાં આવ્યું હતું મુસ્લીમ બિરાદરો દ્વારા કલાકત્મ તાજીયા બનાવવા માં આવે છે મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ પર્વ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પર્વ હઝરત ઇમામ હુસેન રઝિ.બ. અને તેમના સાથીઓની કરબલાના યુદ્ધમાં થયેલી સહાદતની યાદમાં મનાવવામાં આવે છે. આ ઝૂલુસ માં મુસ્લીમ યુવાનો અલગ અલગ કરતબ કરતબ કરતા જોવા મળ્યા હતા સમાજના આગેવાનોનો સક્રિય સહભાગ રહયો. આ પ્રસંગે નગરજનો તથા અન્ય સમાજના લોકો પણ શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે સહયોગી બન્યા. મહોરમ પર્વના અંતે કર્બલાની શહાદતમાંથી મળતા સંદેશ સત્ય, ન્યાય અને ધર્મના પથ પર અડીખમ રહેવાની ભાવના પુનઃ જાગૃત થઈ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેવા પામ્યું. વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરજણ પોલીસ સ્ટાફ અને સ્થાનિક તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી. આ ઝૂલુસ માં ગામના નવા ચૂંટાયેલા નવયુવા સરપંચ અલ્પેશસિંહ પરમાર પણ હજાર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!