ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીએ 13 વર્ષની સગીરાનું અપહરણ કરી પીંખી નાખતા ફરિયાદ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીએ 13 વર્ષની સગીરાનું અપહરણ કરી પીંખી નાખતા ફરિયાદ

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરની સહારા સોસાયટીમાં રહેતા કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીની વધુ એક કરતૂત બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે મોડાસા શહેરના કોલેજ રોડ પર રહેતી 13 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ધાકધમકી આપી અવાર-નવાર બળાત્કાર ગુજારી સગીરા અને તેની સંબંધી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં સગીરાએ મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મોડાસા શહેરના કોલેજ રોડ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને કઉ-કુકરી ગામના અને મોડાસાની સહારા સોસાયટીમાં રહેતા કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટીએ પાંચ મહિના અગાઉ ધાકધમકી આપી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી સગીરાની મરજી વિરુદ્ધ અવાર-નવાર શરીરસુખ માણી તેમજ સગીરાને અને તેની સંબધી મહિલાને મોબાઈલ પર અને રૂબરૂ જાનથી મારી નાખવાની ધમકી આપતા કુખ્યાત ઘરફોડ ચોર હુસેન ઉર્ફે બિલ્લો ભટ્ટીના આતંકનો ભોગ બનેલ ત્રાહિમામ પોકારી ઉઠેલ સગીરાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી સામે પોક્સો એક્ટ સહિત અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Back to top button
error: Content is protected !!