આદર્શ વિદ્યાલય, વિસનગર ની રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S) યુનિટની વાર્ષિક શિબિરનો પ્રારંભ

21 જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં કાર્યરત રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) યુનિટની વાર્ષિક શિબિર તા-19-2-2025 થી 25-2-2025 સુધી ગામ-પાલડી તા – વિસનગર મુકામે યોજવામાં આવી. આ શિબિરના ઉદ્ધઘાટન સમારંભમાં કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી ડૉ.વી.વી.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી, શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી,પાલડી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજુભાઈ ચૌધરી, ભોજન દાતાશ્રીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનશ્રીઓએ રાષ્ટ્રીય સેવા યોજના વિશે પ્રાસંગિક પ્રવચન કરી રાષ્ટ્રીય સેવા યોજનાનું મહત્વ ઉજાગર કર્યું હતું. તથા શિબિર દરમ્યાન શિબિરાર્થીઓ માટે ભોજનના દાતા બનનાર દાતાશ્રીઓનું કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ દ્વારા સાલથી સન્માન પણ કરવામાં આવ્યું હતું.



