GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ રામજી મંદીર ખાતે ભાજપ દ્વારા ગુરૂ પુર્ણિમા ની ઉજવણી કરવામાં આવી. ગુરુજનોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા.

 

તારીખ ૧૦/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગુરુને સમર્પિત આ પવિત્ર દિવસે શિષ્ય દ્વારા ગુરુની પૂજા અને આદર કરવાની પરંપરા છે. હિંદુ સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં ઊંચુ માનવામાં આવે છે.દર વર્ષે અષાઢ મહિનામાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો તેમના શિક્ષકોનું સન્માન કરે છે અને તેમને ગુરુ દક્ષિણા આપે છે. રામજી મંદીર ખાતે ગુરૂ પૂર્ણિમાના દિવસ નિમિતે ભાજપ કાર્યકરો હોદેદારો જિલ્લા ભાજપ ના ઉપાધ્યક્ષ ડૉ યોગેશભાઈ પંડ્યા, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, માજી પ્રમુખ નરેશભાઈ શાહ, માજી પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય, શહેર મહામંત્રી પ્રતીક શાહ અને યુવા મોરચાના પાર્થ કનોજીયા,મોન્ટુ ગોસાઈ,પરેશ પારેખ,રામજી મંદીર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ શાહ દ્વારા નિવૃત શિક્ષકો એ.કે.શેઠ, આર.સી. મજમુદાર,મહેન્દ્રભાઈ વ્યાસ જેઓ શિક્ષણ જગતના ખ્યાતનામ આચાર્ય રહી ચૂક્યા છે હજારો વિધાર્થીઓ તેમના આશીર્વાદથી વિદેશો માં પણ ઉચ્ચ સ્થાને બિરાજે છે. તેઓના અને મંદિરના પૂજારીના આશીર્વાદ મેળવ્યા.આ પ્રસંગે પાર્ટીના સૌ સંગઠન ના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!