કેશોદ તાલુકાનાં અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ફરતે પાણી ભરાઈ જતાં વાલીઓ અને બાળકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. કેશોદના અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર ના સંચાલક બહેન દ્વારા ચોમાસું બેસે તે પહેલાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ ને રજુઆત કરી આસપાસના મુખ્ય માર્ગ પર પડેલાં ખાડાઓમાં માટી પુરાણ કરી આપવા અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી બ્લોક ફીટ કરાવી આપવા રજુઆત કરી હતી આમછતાં ગંભીરતા દાખવી અગ્રિમતાના ધોરણે કામગીરી હાથ ધરવામાં ન આવતાં તાજેતરમાં પડેલાં વરસાદ બાદ પરિસ્થિતિ કફોડી બની ગયેલ છે ભરાયેલા પાણીના કારણે માખીઓ મચ્છરોનો ઉપદ્રવ વધતાં બાળકોને પાણીજન્ય રોગો થવાની સંભાવના વધી રહી છે. કેશોદના અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ના ભુલકાઓ બાળકો જીવના જોખમે આંગણવાડી કેન્દ્ર પર આવે છે ત્યારે આકસ્મિક ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે… આંગણવાડી કેન્દ્ર પર બાળકોને તેડવા મુકવા આવતાં બાળકોના વાલીઓ આંગણવાડી વર્કર બહેન અને તેડાગર બહેન સાથે વિનાકારણે રકઝક થવાનાં બનાવો બને છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વહેલાસર કામગીરી હાથ ધરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ