થરા બસસ્ટેશનમા ગરીબોના મસીહા સ્વ. અચરતબાપા પરિવાર દ્વારા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…
થરા બસસ્ટેશનમા ગરીબોના મસીહા સ્વ. અચરતબાપા પરિવાર દ્વારા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

થરા બસસ્ટેશનમા ગરીબોના મસીહા સ્વ. અચરતબાપા પરિવાર દ્વારા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…
————————————————————————————————————————
માનવસેવાના નું પ્રેરણાદાયી કાર્ય કરતા…ચરતબાપા પરિવાર..
————————————————————————————————————————
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા બસસ્ટેન્ડ ખાતે ગરીબોના મસીહા શ્રી જલારામ મંદિર થરા ના ટ્રસ્ટી સ્વ.અચરતલાલ શિવરામભાઈ ઠક્કરના ધર્મપત્ની સ્વ.મુક્તાબેન ઠક્કર ની સ્મૃતિમા પરિવારના હર્ષદભાઈ અને નિરંજનભાઈ દ્વારા ઉનાળાની ઋતુને અનુલક્ષીને બસ સ્ટેશનમા કોઈ મુસાફર તરશ્યુના રહે અને પાણીના પૈસા ખર્ચવા ના પડે તેવા ઉમદા આશયથી સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી એવા ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર તીર્થના પ.પુ. સંતશ્રી ભરતપુરીબાપુ ગુરૂશ્રી ઘનશ્યામપુરીબાપુની પાવન નિશ્રામાં શ્રી જલારામ મંદિરના પુજારી લાભશંકરભાઈ જોષીના મુખરવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાંર સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવમ બ.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,થરા નગર પાલિકા પ્રમુખ ચેતનાબેન સોની,તાણા સરપંચ દશરથભાઈ ઠક્કર,ઘી થરા વિભાગ નાગરિક શરફી સહકારી મંડળીના મેનેજર તરૂણભાઈ ઠક્કર,ડિરેક્ટર અનીલકુમાર સોની,સતિષભાઈ પટેલ તાણા રાજુ ઠક્કર લાટી,થરા શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,રામજીભાઈ પરમાર ભાવનગરની ઉપસ્થિતિમાં આજ રોજ તા.૨૧/૦૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ પાણીના પરબનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ત્યારે પ્રજાપતિ સમાજના અગ્રણી કનુભાઈ પ્રજાપતિ બનાસ,વિજયભાઈ ઠક્કર ટેસ્ટી,ઉગમણા વાસ પ્રાથમિક શાળાના આચાર્ય વીરભણભાઈ દેસાઈ (કાળોતરા),આર.બી.ઠક્કર સહીત વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.હર્ષદભાઈ ઠકકરે દરેકનો આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






