DAHODGUJARAT

 દાહોદ શહેરની ડબગર સમાજની સામાન્ય પરિવારની દિકરી CA બની સમાજનું ગૌરવ વધાર્યું 

તા.૨૭.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેરની ડબગર સમાજની સામાન્ય પરિવારની દિકરી CA બની સમાજનું ગૌરવ વધાર્યું

સામાન્ય રિક્ષા ચાલકની દિકરીએ પોતાનાં અભ્યાસની ધગસને લઇ મન હોય તો માળવે જવાયની કહેવત સાર્થક કરી દાહોદ શહેરમાં રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશભાઈ દેવડાએ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહે છે ત્યારે આવાં સામાન્ય પરિવારમાંથી આવતી દિકરી અંજનાબેન મુકેશભાઈ દેવડાની નાનપણથી જ અભ્યાસમાં ખુબ રસ હતો દિકરી ની અભ્યાસની ધગસ ને લઈને તેનાં પિતા મુકેશભાઈ તેને ખુબ સારો અભ્યાસ કરે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા તેમજ દિકરીને કોઈ પણ હિસાબે અભ્યાસ ન બગડે તે માટે સતત કાળજી લેતાં હતાં અંજનાબેન મુકેશભાઈ દેવડાએ નાનપણથી સતત અભ્યાસ ને લઈને પોતે ગંભીર રહેતી અને અભ્યાસમાં રાત દિવસ એક કરીને ખુબ આગળ વધી કંઈક બનવું છે તેવું મન્થન કર્યા કરતી હતી આખરે એ દિવસ આવ્યો કે પોતે સારો અભ્યાસ કરી CA બની પરિવારજનોનાં દરેક સપનાં સાકાર કરીને પોતાનું નામ રોશન કર્યું જ્યારે દાહોદ શહેરની સામાન્ય પરિવારમાંથી આવતી આ દિકરી CA બનતાં તેનાં પરિવારજનો સાથે આખા ડબગર સમાજનું ગૌરવ વધારેલ છે ત્યારે સામાન્ય રિક્ષા ચાલક પરિવાર ની દિકરી CA બનતા ચારેતરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!