
નેત્રંગ પોલીસ દ્વારા ચાર રસ્તા વિસ્તાર નજીક સઘન ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.. પી.એસ.આઈ. આર.આર.ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી 10 જેટલા વગર લાયસન્સે મોટર સાયકલ ચાલકોને ડીટેન કરવામાં આવ્યા હતા..પોલીસની કાર્યવાહીને પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.


