ARAVALLIGUJARATMEGHRAJ

પૂજાપુર ગામમાં પંચાયત દ્વારા 20 વર્ષથી રસ્તો બનાવવામાં નથી આવ્યો,પ્રાથમિક સુવિધાથી વંચિત ગામ.. વિકાસ પોહ્ચ્યો જ નથી કે શું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

પૂજાપુર ગામમાં પંચાયત દ્વારા 20 વર્ષથી રસ્તો બનાવવામાં નથી આવ્યો,પ્રાથમિક સુવિધાથી વંચિત ગામ.. વિકાસ પોહ્ચ્યો જ નથી કે શું..?

ગુજરાતમાં વિકાસશીલ ગુજરાત ની ભલે વાતો થતી હોય પણ હાલ કેટલાય એવા વિસ્તારો છે જ્યાં રસ્તાઓ ની સમસ્યાઓ યથાવત છે જ્યાં વર્ષો વીતવા આવ્યા છતાં રસ્તાઓ બનતા નથી વાત છે મેઘરજ તાલુકાના અંતરિયાર વિસ્તારમાં આવેલ પૂજાપુર ગામની જ્યાં વર્ષો થી ગામનો રસ્તો બન્યો જ નથી અને હાલ પણ ગામમાં પ્રવેશતા જ રસ્તો ખંડેળ હાલતમાં છે જેને લઇ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે ચૂંટણી સમયે નેતાઓ આવે છે આશ્વાસન આપે છે પણ રસ્તા ની બાબતે કોઈને ધ્યાનમાં આવતી નથી જાગૃત નાગરિકો સોશિયલ મીડિયામાં રસ્તાની બાબતે ને લઇ રોષ ઠાલવે છે છતાં રસ્તાને લઇ કોઈજ નિરાકરણ આવતું નથી

પૂજાપુર ગામ જે પાણીબાર ગ્રામ પંચાયત તેમજ તાલુકાપંચાયત પાણીબાર બેઠક પર આવેલું ગામ છે જ્યાં રસ્તાની બાબતે ને લઇ છેલ્લા વિસ વર્ષથી પંચાયત દ્વારા કોઈ RCC રસ્તો જ બનાવવામાં આવ્યો નથી છેલ્લા ગામનો રસ્તો જિલ્લા આયોજન મંડળ સાબરકાંઠા સંસદ સભ્ય ફંડ જોગવાઈ હેઠળ કુલ 1 લાખ 60 હજાર ની રકમનો સંસદ ના ફંડમાંથી 2004/05 માં RCC રસ્તો બનાવવામા આવ્યો હતો ત્યાર પછી ગામમાં કોઈ રસ્તો બન્યો નથી જેને લઇ ગ્રામજનો રસ્તાની બાબતે પરેશાન છે હાલ ગામનો રસ્તો  છે જે ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે પંચાયત દ્વારા વિસ વર્ષથી રસ્તો જ ન બનાવતા પંચાયતના વહીવટ પર પણ સવાલો ઉભા થયાં છે ત્યારે રસ્તો હવે ક્યારે બનશે તે સવાલ ઉભો છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી પણ ગામની મુલાકાત લઇ રસ્તા બાબતે ધ્યાન દોરે તે જરૂરી છે

Back to top button
error: Content is protected !!