અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ભ્રષ્ટાચારી ગરનાળા ને રીપેરીંગ કરવાની ચર્ચાઓ,હલકી ગુણવત્તા નું કામ છતાં બિલ પાસ થઇ ગયું
મેઘરજ તાલુકામાં કેટલાય એવા કામો થાય છે જે હલકી ગુણવતા વાળા જોવા મળે છે અને માત્ર બે કે ત્રણ મહિનામાં ભ્રષ્ટાચારનો પોલ થયેલ કામ જ બહાર લાવે છે જેને લઇ સવાલો ઉભા થાય છે કે કામો હલકી ગુણવતા વારા થવા છતાં કામોના બીલો કઈ રીતે મંજુર થઇ જાય છે એ નવાઈ ની વાત છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ચાર લાખનું ગરનાળુ જે માત્ર બે ત્રણ મહિનામાં જ હલકી ગુણવતાના કામનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી થી લઇ ને SO સહીત લોકો આ હલકી ગુણવતાના કામને સ્વીકારવા તૈયાર નથી માત્ર એક જ રટન કરે છે કે લોડિંગ વાળા વાહનો જવાથી બેસી ગયું છે. એજ વાત રટન કરે છે થોડા બે ત્રણ દિવસ પહેલા જ આ ગરનાળા પર ની દીવાલ તૂટેલી જોવા મળી હતી જેમાં જોયું તો માત્ર દીવાલ માં કાંકરો જ અને ઓછી માત્રામાં સિમેંટ તેમજ ક્યાંક જ કપચી જોવા મળતા દીવાલે પણ હવે હલકી ગુણવતાનું કામ થયાં હોવાનું પુરાવો આપી દીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ગરનાળા પર SO દ્વારા પણ વિઝીટ કરવામાં આવી છે અને એમણે પણ કામ જોયું છે પરંતુ હવે વાત ત્યાં પોહચી છે કે કામ હલકું, હલકી ગુણવતા અને ટેસ્ટ રિપોર્ટ પણ પાસ કરાવી કામનું બિલ પાસ કરી દેવામાં આવે છે તો આની પાછળ જવાદાર કોણ,મેઘરજ તાલુકામાં આવા તો ઘણા કામો છે છતાં જેતે કર્મચારીઓ દ્વારા બીલો કઈ રીતે પાસ કરી દેવામાં આવે છે તેના પર હાલ સવાલો ઉભા થયાં છે. આટલી બધી હકીકત સામે હોવા છતાં મેઘરજ તાલુકા વિકાસ અધિકારી ને આંખોમાં પાટા બાંધ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કેમ તંત્ર મૌન છે તેના પર પણ સવાલો ઉભા છે