GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-રામેશરા પાસેની નર્મદા કેનાલમાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલતી હાલોલ રૂરલ પોલીસ,પ્રેમસંબંધની શંકાએ મિત્રએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૨.૨૦૨૫

પાંચ દિવસ પહેલા હાલોલ તાલુકાના રામેશરા ગામેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી હત્યા કરેલી હાલત માં પ્લાસ્ટિક બેગમાંથી મળી આવેલ લાશનો ભેદ હાલોલ રૂરલ પોલીસે ઉકેલ્યો હતો.પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી નામદાર કોર્ટ માં રજુ કરી વધુ તપાસ હાથધરી છે.બનવાની વિગત એવી છે કે આથી પાંચ દિવસ પહેલા હાલોલ તાલુકાના રામેશરા ગામે થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી હત્યા કરેલી હાલત માં પ્લાસ્ટિક બેગમાંથી એક લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા 13મી ફેબ્રુઆરી ના રોજ થી ગુમ થયેલ જાંબુઘોડા તાલુકાના ડૂમા ગામે રહેતા સુરેશભાઈ રમણભાઈ બારીયા હોવાનું બહાર આવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા સુરેશ બારીય ની હત્યા પ્રેમ પ્રકરણને કારણે થઇ હોવાનું બહાર આવ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસોએ જીણવટ ભરી તપાસ કરતા બહાર આવ્યું હતું.કે ડુમા ગામ ના વચલા ફળિયામાં રહેતો તેનો મિત્ર કિશન પ્રભાતભાઈ નાયક એ તેનાજ ગામની એક પરણિત મહિલાને મારી સાથે બોલવું છે ? તેમ પૂછેલ જેથી હત્યાનો ભોગ બનનાર સુરેશ બારીયા અને હત્યારા કિશન વચ્ચે બોલાચાલી થઇ હતી.જેથી પોલીસે આરોપી કિશનને ઝડપી પડી પોલીસ ભાષામાં પુછપરછ કરતા હત્યાનો ભોગ બનનાર સુરેશ બારીયા અને હત્યારા કિશન વચ્ચે થયેલી બોલાચાલી ની અદાવતે 13 મી ફેબ્રુઆરીએ આરોપી કિશન નાયકે મૃતક સુરેશ બારીઆને નજીકના એક બંધ મકાનમાં દારૂ પીવાના બહાને બોલાવ્યો હતો.જ્યાં તક મળતાં જ કિશન નાયકે સુરેશના માથાના ભાગે હાથમાં પહેરેલું લોખંડનું કડું મારી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી જમીન ઉપર ઢાળી દીધો હતો. જે બાદ સુરેશનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી.સુરેશ ની લાશને સગેવગે કરવા કિશન નાયકે તેનાજ ડુમા ગામના ગણપતભાઈ ઉર્ફે વેચાતભાઈ તડવી તથા આનંદભાઈ વરસનભાઈ નાયક ની મદદ લઇ સુરેશ બારીયાની લાશ ને મીણીયાની થેલીમાં ભરી મોટરસાયકલ લઇ નર્મદા કેનાલમાં નાખી દીધેલ અને આ હત્યાનો મુખ્ય આરોપી કિશન નાયક એ પુરવા નાશ કરવા હત્યા સમયે પહેરેલા કપડાં સળગાવી દીધેલ અને હાથમાં પહેરેલું લોખંડ નું કડુ ફેંકી દીધું હતું. પોલીસે ત્રણેવ આરોપીઓ ને ઝડપી પાડી હત્યાનો અંજામ કેવી રીતે આપ્યો તે માટે બનાવ સ્થળે રીકન્ટ્રક્શન કરી તેઓ સામે હત્યાનો ગુનો નોંધી હાલોલ નામદાર કોર્ટ માં રજુ કરી વધુ તપાસ હાથધરી છે.

Back to top button
error: Content is protected !!