GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૩.૨૦૨૬

હાલોલ તાલુકાના પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે આજે 7 મી માર્ચ ને શનિવારના રોજ રાજ્ય સરકારના સેવાસેતુ 2.0 કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય સેવાસેતુ કેમ્પ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો.રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016થી શરૂ કરાયેલા સેવા સેતુ ના કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજ્યની છેવાડા સુધીના પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા તેમજ સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળ પર એક જ સમયે ત્વરિત ઉપલબ્ધ થાય એવા આશય સાથે કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા રાજ્યના 13 વિભાગોની 55 જેટલી સેવાઓનો લાભ લોકોને આપવામાં આવે છે. જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2016 થી 2024 દરમિયાન 3 કરોડ 7 લાખથી વધુ લોકોને આ કાર્યક્રમનો લાભ લીધો છે. હાલોલ તાલુકામાં 22 માર્ચ સુધી ગ્રામ્ય અને શહેરી કક્ષાના કુલ ચાર સેવાસેતુ કાર્યક્રમો યોજાનાર છે.આજે શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં પ્રતાપપુરા સરપંચ પ્રેમીલાબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ, પ્રતાપપુરા તલાટી ક.મંત્રી.અક્ષત પટેલ તેમજ તાલુકા મામલતદાર, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી અને પ્રતાપપુરા પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સેવાસેતુ કાર્યક્રમની ઉપલબ્ધિઓ તથા સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે આગેવાનો દ્વારા નાગરિકોને પોતાની સમસ્યાઓ સ્થળ ઉપર જ રજૂ કરી તેનો ઉકેલ મેળવવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કણજરી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે પણ લોકો ને અનુરોધ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!