ઝડપથી વધી રહી છે ઓટોઇમ્યુન લીવરની બીમારી, જાણો આ કેટલો ગંભીર રોગ છે.

આજકાલ લિવરની બીમારી સામન્ય બની ગઈ છે. દરેક ઉમરના લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સામાન્ય ખોરાક અને સાદું ભોજન ખાવા વાળા લોકોમાં પણ લિવરથી સંબંધિત સમસ્યા જોવા મળી રહી છે.
આ બીમારીમાં ફેટી લિવર ડિસીઝ, લિવર ઇન્ફેક્શન, લિવર ટિશ્યૂઝ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આમાં સૌથી ખતરનાક બીમારી ઓટોઇમ્યુન લીવર ડિસીઝ છે તેને ઓટોઇમ્યુન લીવર ઇન્ફ્લેમેશન પણ કહેવાય છે. ચાલો જાણીએ આ રોગ કેમ આટલો ખતરનાક છે અને તેનાથી કેવી રીતે બચી શકાય…
શું છે ઓટો-ઇમ્યુન સિસ્ટમ
આરોગ્ય નિષ્ણાતો પાસે પણ ‘ઓટો-ઇમ્યુન’ રોગ અંગે કોઈ ચોક્કસ કે સ્પષ્ટ જવાબ નથી. જો કે, તેને એવી રીતે સમજી શકાય છે કે જેણે રક્ષણ કરવાનું છે તે હુમલો કરવાનું શરૂ કરે છે. આવી સ્થિતિ ત્યારે થાય છે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિના સેન્સર્સને નુકસાન થાય છે અને તેને સમજી શકતું નથી કે શું સાચું છે અને શું ખોટું. આ સ્થિતિમાં, તે તંદુરસ્ત કોષો પર હુમલો કરે છે અને તેને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.
ઓટોઇમ્યુન લીવર ડિસીઝ રોગથી કોને સૌથી વધુ જોખમ છે?
લેન્સેટના એક રિપોર્ટ મુજબ ઓટોઇમ્યુન લીવર રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્ષ 2000 પછી તેના કેસમાં 3 ગણો વધારો થયો છે. મહિલાઓ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો તેનાથી વધુ અસરગ્રસ્ત બની રહ્યા છે. આ જ સમસ્યા ઓટો-ઇમ્યુન લિવર ડિસીઝમાં પણ છે. લીવરની રોગપ્રતિકારક શક્તિમાં ખલેલને કારણે તે લીવરના કોષોને પોતાના દુશ્મન માને છે અને તેમના પર હુમલો કરે છે. જેના કારણે લીવરમાં સોજો આવી જાય છે જે બળતરાનું કારણ બને છે અને જો સમયસર સારવાર ન મળે તો તે લીવર કેન્સરનું રૂપ ધારણ કરી લે છે અથવા તો ક્યારેક લીવર પણ ફેલ થઈ જાય છે.
આ રોગના લક્ષણો શું છે
સ્નાયુમાં દુખાવો થવો
હળવો તાવ આવવો
થાક લાગવો
નબળી દૃષ્ટિ હોવી
આ સમસ્યાનું કારણ
વધુ પડતો તળેલો ખોરાક
મસાલેદાર ખોરાક
જંક ફૂડ
દારૂ
લીવરને કેવી રીતે સ્વસ્થ રાખવું
નાની ઉંમરમાં જ લીવરનું ધ્યાન રાખો
માત્ર શાકાહારી ખોરાક લો, તેનાથી લીવરની સમસ્યા ઓછી થાય છે.
છોડ આધારિત ખોરાકથી ફેટી લીવર જેવી સમસ્યા થતી નથી
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.




