ભરૂચ: વડદલા ગામની સમશાન પટેલને નેશનલ લેવલે બેંચ પ્રેસમાં ગોલ્ડ અને પાવર લિફટીગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત, આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરાયું

સમીર પટેલ, ભરૂચના
ભરૂચના વડદલા ગામની સમશાન પટેલ નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેંચ પ્રેસ ચેમ્પિયન 2024 માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ભરુચ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કર્યું છે.
ભરૂચના નાનકડા વડદલા ગામની સામાન્ય પરિવારની સમશાન પટેલે ઇન્ડિયન પાવર લીફ્ટિંગ ફેડરેશન દ્વારા હરિયાણાના સોનપત માં 13 થી 16 સપ્ટેમ્બર દરમ્યાન આયોજિત નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેંક પ્રેસ ચેમ્પિયનશિપ 2024 માં ગુજરાતમાંથી ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાત ની એકમાત્ર યુવતી હતી.જ્યાં સમસલ પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કરતાં 47 કે.જી માં બેન્ચ પ્રેસમાં ગોલ્ડ અને પાવર લીફ્ટિંગ માં સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે ભરુચ જિલ્લા નું નામ રોશન કર્યું છે.હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કરી સમસલ પટેલ વડદલા પરત ફરતા ગામ માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો હતો. તેના માતા પિતા સહિત સ્વજનોને આતશબાજી કરી તેનું પુષ્પ માળા સાથે સ્વાગત કરી ભવ્ય ઉજવણી કરી હતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભરુચ જિલ્લાનું નામ રોશન કરનાર સમસલ પટેલ તેના દેખાવ થી અત્યંત ખુશ હોવા સાથે તે માટે તેને ફિટનેસ સ્ટુડિયો જીમના તેના ટ્રેનર હર્ષિલ પટેલ તેમજ એક દીકરીને આ માટે સપોર્ટ કરનાર તેના માતાપિતા પ્રત્યે આભારની લાગણી વ્યક્તિ કરી તેની સફળતાનો શ્રેય આપી રહી હતી.



