તા. ૨૦.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના હિન્દૂ સ્મશાન પાછળ દુઘીમતી નદીમાં ભગત જવો જોવાતા ઈસમની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી
દાહોદના મોટા ઘાંચીવાડ નજીક આવેલ હિન્દૂ સ્મશાનના પાછળના ભાગે આવેલ દુઘી મતી નદીમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ જોવા મળતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.નદીમાં કોઈ અજાણયાં ઈસમની લાશ મળી આવતા વિસ્તારમાં લોકતોળા ઉમટી પડ્યા હતા.નદીમાં કોઈ અજાણ્યા ઇસમની લાશ મળી આવી હોવાની જાણ સ્થળ પર ભેગા થયેલા લોકોએ પોલીસને જાણ કરાતા દાહોદ એ ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી.નદીમાં તરતી લાશને પાણી માંથી બહાર કાઢવા ફાયર વિભાગનો સંપર્ક કરતા ફાયર વિભાગની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશને નદીમાંથી બહાર કાઢી લાશને પોસ્ટ મોર્ટમ અર્થ ખસેડી પંચનાનું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવાં મળેલ છે.હાલ તે ઈસમના લાંબા વાળ અને પહેરવેસથી તે ભગત હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે