INTERNATIONAL

હોંગકોંગમાં વિશાળ હાઉસિંગ કોમ્પલેક્સમાં ભયાનક આગ, 13ના મોત

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં આજે (26 નવેમ્બર) બપોરે ભીષણ આગ લાગતા 13 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ 700 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

મીડિયા અહેવાલો મુજબ, બપોરે 2.51 મિનિટે વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ કોમ્પલેક્સના સંકુલમાં કુલ 8 બ્લોક્સ અને 2000 ફ્લેટ્સ આવેલા છે. મૃત્યુ પામેલા 13 લોકોમાંથી નવાના મોત ઘટનાસ્થળે જ થયા હતા, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા ચાર લોકોએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આખી બહુમાળી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આ ઘટનાસ્થળે 767 ફાયરફાઇટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે આગને કારણે 30થી વધુ બસ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!