તા.૧૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
દાહોદ તાલુકાના કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને કઠલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ બ્લડ ડોનેશન વાન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ દરમ્યાન કુલ ૪૦ યુનિટ જેટલું બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.આવો અને પવિત્ર કાર્યમાં ભાગીદાર બનો તમારું એક બોટલ લોહી – અનેક જીંદગીઓ માટે આશાની કિરણ બની શકે છે.સગર્ભા માતાઓ-નવજાત શિશુઓને જરૂરત સમયે લોહી મળી રહે એ માટે રક્તદાન અમૂલ્ય છે ચાલો, જીવન બચાવીએ આવા મહત્વના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે મોબાઇલ બ્લડ ડોનેશન વાન મધ્ય ગુજરાત વીજ કંપનીના સી એસ આર ફંડ અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના સહયોગથી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલને મોબાઇલ બ્લડ ડોનેશન વાન ફાળવવામાં આવી હતી