દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો પથ્થરમારો કરાયો એક પોલીસ કર્મી ને ઇજા

દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે દારૂની રેડ કરવા ગયેલ પોલીસ ઉપર હુમલો પથ્થરમારો કરાયો એક પોલીસ કર્મી ને ઇજા
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
પાનના ગલ્લામાંથી વિદેશી દારૂ મળ્યો બુટલેગર ના માણસોએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસ સાથે ઝપાઝપી કરી
• દારૂનો ધંધો ચલાવતા બૂટલેગરો બેફામ બન્યા રેડ કરવા ગયેલ પોલીસ પણ હવે અસુરક્ષિત
• ૧૨ ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ પોલીસ જવાન ને હાથના ભાગે ફેક્ચર સારવાર અર્થ ખસેડાયો
દિયોદર તાલુકામાં દારૂનો ધંધો કરતા બૂટલેગરો બેફામ બન્યા છે જેમાં દિયોદર તાલુકાના મોજરુ જૂના ગામે ઈંગ્લીશ દારૂની બાતમી ના આધારે રેડ કરવા ગયેલ દિયોદર પોલીસ સાથે બુટલેગરોના માણસોએ ઝપાઝપી કરી એક પોલીસ કર્મી ઉપર લાકડી થી હુમલો કરી પોલીસ પર પથ્થર મારો કરતા ચકચાર મચી જઈ છે જે મામલે દિયોદર પોલીસ મથકે ૧૨ ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાઈ છે
દિયોદર પોલીસ ગુરુવારે મોડી સાંજે પેટ્રોલિંગ માં હતી તે સમય દિયોદર પી આઈ વી જી પ્રજાપતિ ને ખાનગી રાહે બાતમી મળેલ કે દિયોદર તાલુકાના મોજરુ જૂના તળાવ ની પાળ પાસે પાનના ગલ્લા ઉપર વિદેશી દારૂ નું વેચાણ થાય છે તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસ સ્ટાફ ના માણસોએ બાતમી વાળી જગ્યા પર રેડ કરતા પાનના ગલ્લામાંથી વિદેશી દારૂ બિયર ની બોટલો મળી આવતા પોલીસે દારૂનું વેચાણ કરતા પીન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી નામના બુટલેગર ની અટકાયત કરી હતી તે સમય બુટલેગરે તેના માણસોને જાણ કરતા બુટલેગરોના માણસો નું ટોળું ગેરકાયદેસર મંડળી રચી ઈકો ગાડી અને રીક્ષા તેમજ બાઇક જેવા સાધનો લઈ આવી પોલીસ ના કામમાં રુકાવટ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી જેમાં જગતસિંહ બળવંતસિંહ સોલંકીએ તેના હાથમાં રહેલ લાકડી વડે હુમલો કરતા પોલીસ જવાન ના હાથના ભાગે વાગતા પોલીસ જવાનને હાથના ભાગે ફેક્ચર થયું હતું જેમાં પોલીસે ટોળાના વિખેરવાનો પ્રયાસ કરતા બૂટલેગરો ના માણસોએ પોલીસ ઉપર પથ્થર મારો કર્યો હતો જે અંગે પોલીસે બુટલેગર પીન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી ની અટકાયત કરી લાવી પોલીસ ઉપર હુમલાના ગુન્હામાં ૧૨ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે
•કોની કોની સામે ગુન્હો નોંધાયો
(૧) પીન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી મોજરુ જૂના
(૨)જગતસિંહ બળવંતસિંહ સોલંકી મોજરુ જૂના
(૩)ભરતસિંહ બળવંતસિંહ સોલંકી મોજરુ જૂના
(૪)બળવંતસિંહ ચેલાજી સોલંકી મોજરુ જૂના
(૫)વચનસિંહ બળવંતસિંહ સોલંકી મોજરુ જૂના
(૬)લાલસંગ બળવંતસિંહ સોલંકી મોજરુ જૂના
(૭)વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી મોજરુ જૂના
(૮) સોનલબા વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી મોજરુ જૂના
(૯) નિશાબા વચનસિહ સોલંકી મોજરુ જૂના
(૧૦)ભૂપતસિંહ ચમનાજી સોલંકી મોજરુ જૂના
(૧૧) રતનસિંહ પ્રહેલાદસિહ સોલંકી મોજરુ જૂના
(૧૨) ભેમસિંહ જોગાજી સોલંકી મોજરુ જૂના



