DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીઆ સબજેલ ખાતે વિવિધલક્ષી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

તા. ૨૯૦૩૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

De. Bariya:દેવગઢ બારીઆ સબજેલ ખાતે વિવિધલક્ષી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.કલ્પેશ બારીયા અને જયદીપસિંહજી ચૌહાણ હોસ્પિટલ અધિક્ષક શ્રી ના માર્ગદર્શન હેઠળ “વિશ્વ ક્ષય દિવસ“ નિમિતે દેવગઢ બારીઆ તાલુકા સબ જેલ ખાતે કુલ ૪૫ કેદીઓની ટીબી, એચ. આઈ.વી, સિફિલિસ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.અને ૧૫ કેદીઓના એક્ષરે કરવામાં આવ્યો હતો.તેમજ ૧૦૦ દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશના ભાગરૂપે પત્રિકા વિતરણ કરીને ટીબી/એચ આઈ વી રોગ અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન સબ જેલ દેવગઢ બારીયાના જેલરશ્રી તેમજ અન્ય સ્ટાફ ના યોગ્ય સાથ અને સહકાર થી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.આ કેમ્પમાં ICTC કાઉન્સેલર,લેબટેકનીશ્યન ,ટીબી સુપરવાયઝર,STS,TBHV, અર્બન MPHW, અને મોબાઇલ X-ray વાન નો સ્ટાફ હાજર રહ્યો હતો

Back to top button
error: Content is protected !!