અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ 27 વર્ષની સેવા બાદ NASAમાંથી રિટાયર્ડ

NASA ના જાણીતા અને અનુભવી અંતરીક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની લાંબી અને ઐતિહાસિક સેવા પછી નિવૃત્તિ લઈ લીધી છે. તેમની રિટાયરમેન્ટ અવધિ 27 ડિસેમ્બર 2025થી શરૂ થઈ છે. 3 અંતરીક્ષ મિશનમાં ભાગ લેનાર વિલિયમ્સે 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતા અને ઘણા ઐતિહાસિક રેકોર્ડ્સ પણ બનાવ્યા છે. વિલિયમ્સે તેમના કરિયરમાં ઇન્ટરનેશલ સ્પેશ સ્ટેશન – ISS પર 3 મિશન પુરા કર્યા અને માનવ અંતરિક્ષ ઉડાનના ક્ષેત્રમાં ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા છે અને આને એક યુગનો અંત માનવામાં આવે છે.
NASA ના જણાવ્યા મુજબ સુનિતા વિલિયમ્સે કુલ 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે જે કોઈપણ નાસા આંતરીકક્ષ યાત્રી દ્વારા વિતાવવામાં આવેલા કુલ સમયમાં બીજા સૌથી વધારે દિવસો છે. તેમણે 9 સ્પેસ વોક કરી છે જેનો કુલ સમય 62 કલાક અને 6 મિનિટનો રહ્યો છે. આ કોઈ મહિલા અંતરિક્ષ યાત્રી દ્વારા કરવામાં આવેલી સૌથી લાંબી સ્પેસ વોકનો સમય છે. જ્યારે કુલ મળીને આ લિસ્ટમાં તેઓ ચોથા નંબર પર છે. આ ઉપરાંત તેઓ અંતરિક્ષમાં મેરેથોન દોડનાર પહેલી વ્યક્તિ પણ છે.
NASA ના પ્રશાસક જેરેડ આઇઝેકમેને કહ્યું કે સુનિતા વિલિયમ્સ માનવ અંતરિક્ષ ઉડાનમાં અગ્રણી રહી છે તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેમના નેતૃત્વથી ભવિષ્યના મિશનોનો પાયો નાખ્યો છે. તેમનું યોગદાન ચંદ્રમાં માટે આર્ટેમિસ મિશન અને ભવિષ્યમાં મંગળ ગ્રહ તરફ વધવાનો રસ્તો સરળ કર્યો છે.




