
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રેલ્લાવાડા વિસ્તારમાં યુરિયા ખાતર 500 રૂપિયે વહેંચાયુ હોવાની બૂમ ઉઠી..!! છેવટે વેપારીએ ખાતર જ વહેંચવાનું બંધ કર્યું દુકાન બંધ કરી દીધી :- ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, જવાબદાર તંત્ર મૌન..?
હાલ જગતનો તાત યુરિયા ખાતર માટે વલખા મારી રહ્યો છે. જ્યાં જોવો ત્યાં યુરિયા ખાતર માટેની બૂમો ઉઠી છે સાથે યુરિયા ખાતર મેળવવા ખેડૂતો ની લાઈનો લાગી રહી છે પરંતુ હજુ સુધી તંત્ર નું પેટનું પાણી હલતું ના હોય તેમ દિવસે દિવસે ખાતર મેળવવા માટે ખેડૂતો ને મુશ્કેલીઓ પડી રહી છે અને કાળાબજારમાં વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે અને ઊંચા ભાવે યુરિયા ખાતર સાથે અન્ય ખાતર ફરજિયાત લેવા મજબુર કરી રહ્યા છે. પરંતુ જિલ્લા ખેતીવાડી વિભાગ જાણે કે વેપારીઓ પર મોટા હાથ રાખી કાર્યવાહી કરતા ન હોય તેવો ઘાટ છે.
મેઘરજ તાલુકામાં પણ યુરિયા ખાતર વેપારીઓ ઊંચા ભાવે વેચતા હોવાની બૂમો વારંવાર ઉઠી છે જેમાં ફરી એકવાર મેઘરજ તાલુકાના રેલ્લાવાડા વિસ્તારમાં એક વેપારી દ્વારા 500 રૂપિયા ના ભાવે યુરિયા ખાતર તેમજ સાથે અન્ય ખાતર ફરજિયાત લેવા માટે ખેડૂતોને મજબૂર કરી ખાતર વેચતા હોવાની ઘટના સામે આવી જેની અંદર અરવલ્લી જિલ્લાના કિસાન મોરચાના મંત્રી જયદીપસિંહ રાઠોડ ના જણાવ્યા મુજબ ખાતર ઊંચા ભાવે વહેંચાતુ જાણવા મળતા તરત જ તેઓ તેમજ સંગઠન ના કાર્યકર પટેલ કલ્પેશભાઈ ઉર્ફે મુન્નો, ઘટના સ્થળે પહોંચા હતા અને વેપારીને યુરિયા ખાતર બાબત સવાલ કર્યા હતા સવાલનો સામનો કરી વેપારીએ જણાવ્યું હતું કે કંપની અન્ય ખાતર સાથે આપે છે અને આ અન્ય ખાતર ફરજિયાત લેવું પડતું હોય છે જેના કારણે વહેંચવુ પડતું હોય છે નહિંતર અમને પોસાતું નથી તેવું જાણવા મળ્યું હતું . વેપારી એ કેટલીક યુરિયા બેગ 500 રૂપિયે વહેંચી નાખી હોવાની પણ વાત સામે આવી હતી.ખાતર લેવા માટે આવેલા ખેડૂતો એ આખરે હોબાળો કરતા વેપારીએ ખાતર વહેચવાનું બંધ કરી દુકાન બંધ કરી દીધી હતી .પરંતુ જે પ્રકારે એવો કોઈ નિયમ નથી કે યુરિયા ખાતર સાથે અન્ય ખાતર ફરજિયાત લેવું છતાં વેપારીઓ ખેડૂતો ને અન્ય ખાતર લેવા મજબુર કરે છે છતાં ખેતીવાડી વિભાગ મૂંગું બેસી રહ્યું હોય તેવો ઘાટ છે અને લૂંટી રહેલા વેપારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.હાલ ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે વલખાં મારી રહયા છે



