
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૮/૧૧/૨૦૨૪
નેત્રંગ : તારીખ ૦૮/૧૧/૨૦૨૪ને શુક્રવારના રોજ કારતક સુદ સાતમના રોજ નેત્રંગ ટાઉનમાં આવેલ ગાંધી બજાર સ્થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતિની અને ગાંધી બજાર ખાતે આવેલ જલારામ મંદિરનો ૨૪ મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૯ કલાકે પાદુકા પૂજન, સવારે ૧૦.૩૦ કલાકે મહા આરતી અને સવારે ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી.
નેત્રંગ-રાજપીપળા રોડ પર આવેલા ખરેઠા ગામે આવેલ જલારામ બાપાના મંદિરે, કાંટીપાડા ગામે આવેલ બાપાના મંદિરે તેમજ વિવિધ વિસ્તારોમાં જલારામ બાપા ૨૨૫મી જન્મ જયંતિની ભક્તિમય વાતાવરણ ઉજવણી કરવામાં આવી.



