BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
કુખ્યાત બુટલેગર ઝડપાયો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગરની કરી ધરપકડ, 13 ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું

સમીર પટેલ, ભરૂચ
અંક્લેશ્વર શહેર બી-ડીવીઝન પોલીસ ઇન્સપેક્ટર વિ.કે.ભુતીયાએ નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓની માહીતી એકત્રીત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી ક૨વા સૂચના આપી હતી. જે અંતર્ગત અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપી અમિત ઉર્ફે મહેશ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. કરજણના કંડારી ગામે રહેતો આરોપી આ અગાઉ પ્રોહીબિશનના 13 ગુનામાં ઝડપાય ચૂક્યો છે અને તેના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. બી-ડિવિઝન પોલીસે લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




