બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના આંતરરાષ્ટ્રીય વડા રાજયોગીની દાદી પ્રકાશમણી ની આજે 19મી પુણ્યતિથિ પત્રકાર પરિષદ યોજાઈ

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના આંતરરાષ્ટ્રીય વડા રાજયોગીની દાદી પ્રકાશમણી ની આજે 19મી પુણ્યતિથિ પત્રકાર પરિષદ યોજાઈ.વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ના આંતરરાષ્ટ્રીય વડા રાજયોગીની દાદી પ્રકાશમણી ની આજે 19મી પુણ્યતિથિ પત્રકારોની ઉપસ્થિતિમાં મનાવવામાં આવી હતી. ખાસ કરીને બ્રહ્માકુમારીઝ ના મુખ્યાલય આબુરોડ તળેટી ખાતે શાંતિવન ખાતે સમાજમાં નવનિર્માણ પ્રેરક મીડિયા મહાનુભાવનો સ્નેહમિલન સાથે પત્રકાર પરિષદ યોજવામાં આવ્યો હતો આ સંમેલનની શરૂઆતમાં મીડિયા ચીફ બ્રહ્માકુમારી કરુણાજીએ મીડિયા જગતને અનેક રસપ્રદ વાતો કરી સર્વનું સ્વાગત કર્યું સાથે મોટીવેશન સ્પીકર બ્રહ્માકુમારી ઉષાબેન ને પોતાના પત્રકારોનું આહવાન કરતા જણાવેલ કે બદલાતા સમયમાં વિશ્વ માનવતા ના મનને સશક્ત સ્થિર અને કાર્યરત રાખવા મીડિયા ની ભૂમિકા મહત્વની રહી છે એટલું જ નહીં સાથે તેમને હાલ તબક્કે લોકો સોશિયલ મીડિયામાં ફેક સમાચાર જે ચલાવી લોકોને ગુમરરાહ કરે છે તે બાતે પણ ટિપ્પણી કરી હતી અને તેવા સમાચારો થી બચવા જણાવ્યુ હતુ બ્રહ્માકુમારી સંસ્થાને કાર્યરત રાખવા મીડિયા ની ભૂમિકામાં મહત્વની છે તેમ જણાવ્યુ હતું તેની સાથે સંસ્થાના પૂર્વ વડા દાદી પ્રકાશમણીજી ને 19મી પુણ્યતિથિ નિમિત્તે આજે આ મીડિયા ના કાર્યક્રમ માં પ્રતિ ગણે માનવ સમાજનાલોકો ને આધાત્મક દીશા તરફ લઈ જવાના ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય લોકમાનસના સકારાત્મક પરિવર્તન માટેની મીડિયાની મહત્વની ભૂમિકા તરફ સર્વેનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સસ્થા ના સંયુક્ત મુખ્ય સંચાલિકા મુન્ની દીદી એ પણ દાદી પ્રકાશમણિ જે પત્રકારો પ્રત્યેના સ્નેહની લાગણી સાથે ભારતને વિશ્વગુરુ બનાવવામાં પત્રકારોને પોતાની કલમનો ઉપયોગ કરવા પત્રકારોને આહવાન કર્યું હતું આ સાથે આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના વડા સ્વર્ગીય પ્રકાશમાલીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી અને સાથે વ્યસન મુક્ત બનવા અને વ્યસન મુક્ત બનાવવા માટે સંકલ્પ પણ લેવડાવ્યો હતો બીકે ઉષા બેન મોટીવેશન સ્પીકર બ્રહ્માકુમારી સંસ્થા આ પ્રસંગે રાજયોગીની બ્રહ્માકુમારી મુન્ની દીદી મુખ્ય સંચાલિકા આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાંતિવન આબુરોડ, બીકે કરુણા ભાઈ, pro બીકે કોમલ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા।






