ANJARGUJARATKUTCH

અંજાર મધ્યે શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ અંજાર શૈક્ષણિક સંકુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, નેત્રયજ્ઞ, કોમ્પ્યુટર લેબનુ શુભારંભ, અને રક્ત તુલા જેવા કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું

28-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ

અંજાર કચ્છ :- રાજાભાઈ પટેલ બ્લડ બેન્ક ગાંધીધામના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના યુવાનો દ્વારા 64500 સીસી રક્ત કરવામાં આવ્યું હતું. આ સાથે સમાજના વડીલો માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને અંધજન મંડળ ના સહકારથી આંખની તપાસ કરી મોતિયા,ઝામર, આંખના પડદા વગેરેને લગતી સમસ્યાઓની તપાસ કરવામાં આવી હતી જેમાં 148 લોકોએ લાભ લીધો હતો. સાથે સાથે શ્રી ભીમાભાઇ હમીરભાઇ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થામાં 10 કમ્પ્યુટર ની ભેટ અપાય હતી અને જેની અર્પણ વિધિ બાબુભાઈ ભીમાભાઇ હુંબલ ના વરદ હસ્તે કરવામાં આવી હતી.

 

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા રબારી સમાજના પ્રમુખ શ્રી હીરાભાઈ દેવાભાઈ રબારી (કાકાશ્રી) નું સમાજના યુવાનો દ્વારા રક્તદાન અને અંજાર રબારી વેપારી ઓ દ્વારા સાકર તુલા કરી કાકાશ્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં વડવાળા મંદિર દુધઈના કોઠારી શ્રી સુંદર દાસ બાપુ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઇ કોડરાણી, વસંતભાઈ કોડરાણી, વી .કે હુંબલ,ઢેબર રબારી સમાજના પ્રમુખ શ્રી કરણાભાઇ, અરજણભાઈ ,ભુરાભાઈ ,હમીરભાઇ,મશરૂભાઈ, જેમલભાઈ, વનાભાઈ, કરમશીભાઈ, વિરમભાઈ, અભુભાઈ,શંભુભાઈ, કરસનભાઈ, અંબાલાલભાઈ, કાંતિભાઈ રોઝ, વિજુબેન , પાબીબેન તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંબાલાલભાઈ તેમજ યુવાનો દ્વારા ઉત્સાહભેર સંભાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભાર વિધિ ગોકુલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!