INTERNATIONAL

હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી

આ યુદ્ધ ફક્ત ઇઝરાયેલ અને લેબનોનની સરહદ પૂરતું જ સીમિત રહ્યું નથી, પરંતુ બંને દેશના ગમે તે હિસ્સામાં તેની અગ્નિ જ્વાળાઓ જોવા મળી શકે છે. ઇઝરાયેલ હીઝબુલ્લાહના વળતા હુમલાનો સામનો કરવા તૈયાર રહે.

સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ઇઝરાયેલે લક્ષ્મણરેખા વટાવી દીધી છે. લેબેનોનના આતંકવાદી જૂથ હીઝબુલ્લાહે ઇલેકટ્રોનિક વિસ્ફોટનો શિકાર બન્યા પછી ઇઝરાયેલ સામે જંગના એલાનની જાહેરાત કરી છે. આ યુદ્ધ ફક્ત ઇઝરાયેલ અને લેબનોનની સરહદ પૂરતું જ સીમિત રહ્યું નથી, પરંતુ બંને દેશના ગમે તે હિસ્સામાં તેની અગ્નિ જ્વાળાઓ જોવા મળી શકે છે. ઇઝરાયેલ હીઝબુલ્લાહના વળતા હુમલાનો સામનો કરવા તૈયાર રહે.

નસરલ્લાહે જણાવ્યું હતું કે અમે સ્વીકાર્યુ છે કે આ હુમલાથી અમને જબરદસ્ત ફટકો પડયો છે. અમે તેની તપાસ પણ કરી રહ્યા છીએ. પણ અમે તેનો વળતો જવાબ આપીશું

તેના નિવેદનનો પડઘો પાડતાં હોય તેમ હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર વળતો પ્રહાર કરતાં મોટાપાયા પર રોકેટમારો કર્યો હતો.આ ઉપરાંત તેણે ઇઝરાયેલના લશ્કરી સ્થળોને લક્ષ્યાંક બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો. હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલના દસ હજારથી વિસ્થાપિતો ક્યારેય તેમના ઘરે પરત નહીં ફરી શકે. ગાઝામાં જે રીતે લોકો વિસ્થાપિત થયા છે તે રીતે ઇઝરાયેલના લોકોને પણ અમે વિસ્થાપિત કરીશું.ઇલેકટ્રોનિક બ્લાસ્ટ પછી હીઝબુલ્લાહે કરેલા હુમલામાં ઇઝરાયેલના બે સૈનિકોના મોત થયા છે. તેના લીધે ઇઝરાયેલે પણ સ્વીકાર્યુ છે કે હવે યુદ્ધનો વ્યાપ વિસ્તરી શકે છે અને તેણે વ્યાપક સ્તરે લશ્કરી કાર્યવાહી કરવી પડી શકે છે.

ઇઝરાયેલ લેબનોનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરી હીઝબુલ્લાહના ૪૦ આતંકવાદીઓને ઠાર કર્યા અને પાંચ હજારથી વધુને ઇજાગ્રસ્ત કરી દીધા છે. આ અંગે ન્યૂયોર્ક ટાઇમ્સનો દાવો છે કે આતંકવાદી સંગઠન હીઝબુલ્લાહ ઇઝરાયેલની સાઇબર જાળમાં ફસાઈ ગયું. હીઝબુલ્લાજે જે પેજર ખરીદ્યા તે તાઇવાનની એપોલો ગોલ્ડ કંપનીના ન હતા. તેને મોસાદના અધિકારીઓએ હંગેરીમાં તે જ કંપનીમાં બનાવ્યા હતા જેને હીઝબુલ્લાહ તાઇવાનીઝ કંપની સમજતું હતું. હીઝબુલ્લાહને છેતરવા આ શેલ કંપની બનાવાઈ હતી.

Back to top button
error: Content is protected !!