MORBIMORBI CITY / TALUKO

અમદાવાદ ખાતે એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા ડોક્ટર ઈમરાન પટેલે પોતાના માદરે વતન માંગરોળ ખાતે બાળરોગ નિદાન કેમ્પ યોજ્યો.

અમદાવાદ ખાતે એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા ડોક્ટર ઈમરાન પટેલે પોતાના માદરે વતન માંગરોળ ખાતે બાળરોગ નિદાન કેમ્પ યોજ્યો.

સર્વ જ્ઞાતિના લોકો એ આ કેમ્પ મા બાળ દર્દીઓ નુ નિદાન કરાવ્યું.

ડોક્ટર એ ભગવાન નું સવરુપ ગણાય છે જેથી દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ડોક્ટર પાસે પોતાની પીડા નો ઈલાજ કરાવી સાજા થયા બાદ આશિષ આપતા હોય છે ત્યારે અમદાવાદ મા જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર ઈમરાન પટેલે પોતાના માદરે વતન માંગરોળ ખાતે સર્વે જ્ઞાતિ માટે ફ્રી બાળરોગ નિદાન કેમ્પ નું તા.15-1-23 ના રોજ એક ભવ્ય બાળરોગ નિદાન સાથે સાથે મફત મફત દવાઓ પણ આપીને માનવતાનું ઉદાહરણ પુરું પાડયું હતું,અને સાથે સાથે માદરે વતન ના લોકો સાથેની લાગણીઓ ને ધ્યાને લઈ વિવિઘ પ્રકારના બાળ રોગીઓના ચિંતક બની આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમા 1000 થી વધુ લોકોએ પોતાના બાળકોનુ ફ્રી ચેકઅપ કરાવ્યું હતું.કેમ્પની શરૂઆત થતાં ની સાથેજ વિવિધ વિસ્તારોમાં વસતા લોકો પોતાના બાળ દર્દી ઓ ને લઈ ને ઉમટી પડયા હતા અને બાળ રોગ નિષ્ણાતોની ફ્રી સેવાનો લાભ લીધો હતો અને ફ્રી દવાઓ પણ આપવામાં આવી હતી. સવારે નવ વાગ્યા થી લઈ રાત્રે દસ વાગ્યા સુધી આ સેવા કાર્ય ચાલુ રહયું હતું. કેમ્પનું આયોજન માંગરોળ ખાતેની શિફા હોસ્પિટલ મા રાખવામા આવ્યો હતો. માંગરોળ ના ઈતિહાસ મા પ્રથમ જ વખત આવા રેકોર્ડ બ્રેક ફ્રી ચેકઅપ નું આયોજન થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
આ કેમ્પ ના મુખ્ય આયોજન સુલેમાનભાઈ પટેલ તથા તેમનાં પુત્ર ડોક્ટર ઈમરાન પટેલ એમ.ડી.પીડીયાટ્રીક દ્વારા સ્વખર્ચે રાખવામાં આવેલ હતો જેમાં અમદાવાદ ના પ્રખ્યાત ડોક્ટર ઝુલ્ફીકાર લુહાર (ડી.એમ.ન્યુરો પીડીયાટ્રીક) તથા ડોક્ટર તહા દાગીનાવાલા ( એમ.સી.એચ.ચિલ્ડ્રન સર્જન) એ પોતાની સેવા આપી હતી.


આ કેમ્પ ને સફળ બનાવવા માંગરોળ શીફા હોસ્પિટલ ના સ્ટાફ તથા શહેરના યુવાનોએ સેવા કાર્ય મા મોટો સહયોગ આપ્યો હતો.કેમ્પ માટે જગ્યા ફાળવવા બદલ ડોક્ટર ઈમરાન પટેલે તથા તેમનાં પિતા સુલેમાનભાઈ પટેલે શીફા હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ નો અને ઈકબાલભાઈ હાજી મુસા બેરા સાહેબ નો આભાર માન્યો હતો.
સમગ્ર કાર્યક્રમ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!