અજય જાગૃતિ ટ્રસ્ટ -સોની ગામ તા.-દિયોદર જિ.-બનાસકાંઠા
1 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
તૃતિય સન્માનિત ગામ સોની ના પરમાર વાસમાં અજય જાગૃતિ ટ્રસ્ટ -સોની દ્વારા આયોજિત બાલવાટિકા અને ધોરણ -૧ ના ભુલકાઓને સ્કૂલ બેગ,પેન, નોટબુક તથા સ્વેટર આપી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અજય જાગૃતિ ટ્રસ્ટ -સોની ના સભ્ય બાબુભાઈ એચ.પરમાર એ મહેમાનોને શાબ્દિક સ્વાગત અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આજ ના સન્માન સમારોહ ના અધ્યક્ષ વાઘાભાઈ હરીભાઈ ચૌધરી સોની દૂધ ડેરીના મંત્રી એ ભુલકાઓને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા મહેમાન લીલાભાઇ મેવાભાઈ પરમાર ઝાલોઢા પ્રા. શાળા ના આચાર્ય શ્રી એ બાળકના વાલીઓને બાળકો પ્રત્યે શિક્ષણમાં હ્રદય પૂર્વક કાળજી રાખવી તેમજ વિજયકુમાર બાબુભાઈ એદલિયાના જન્મ દિવસની ભુલકાઓને ચોકલેટ આપીને સન્માન કરવામાં આવ્યું. અને બાબુભાઈ એચ. પરમારે ભુલકાઓને વ્યસનથી દૂર રહેવું અને શિક્ષણમાં ધ્યાન રાખી રોહિત સમાજનું ગૌરવ વધારવું
અને શાબ્દિક રીતે આભાર માન્યો.